Gandhinagar News : ખેલૈયાઓ એક તરફ નવરાત્રેરીમાં મન મુકીને ગરબા રમી રહ્યા છે ત્યારે કેટલીક અણગમતી પરંતુ આંખ ઉઘાડતી ઘટના પણ બને છે. આવા જ એક બનાવમાં ગાંધીનગરના સરગાસણમાં ગરબાના સ્થળેથી બે કિશોરીઓ 14 વર્ષ અને 13 વર્ષની, બન્ને ભાગી ગઈ હતી. બન્ને છોકરીઓ ગાંધીનગરથી બસમાં બેસીને છેક સુરત પહોંચી ગઈ હતી. આ અંગે પિતાની ફરિયાદને આધારે ઈન્ફોસિટી પોલીસે તપાસ શરુ કરી અને તેમના ભાગી જવાનો ખુલાસો કરી દીધો. ઈન્ફોસિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ , ગાંધીનગરની 14 વર્ષની છોકરીના પિતાએ તે ગરબા સ્થળે મૂકી આવ્યાં હતા, અહીં તેને તેની સાથે ભણતી 13 વર્ષની કિશોરી મળી.
જ્યારે 13 વર્ષની છોકરીએ બીજી છોકરીને પૂછ્યું કે તે ઘણા દિવસોથી તેની સાથે કેમ વાત નથી કરતી, ત્યારે 14 વર્ષની છોકરીએ તેને કહ્યું કે તેના માતાપિતાએ તેના ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સહેલીને પણ આ જ સમસ્યાં હતા તેના માતાપિતાએ પણ તેના ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અથવા તો તેનો ઓછો ઉપયોગ કરવા દેતા હતા.આ બન્ને કિશોરીઓના ભાગી જવાનું કારણ મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ છે. માતાપિતાએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરી નાખતાં બન્ને કિશોરીઓ નારાજ થઈ ગઈ હતી અને ઘેરથી ભાગી જઈ હતી જોકે ત્યાં પહોંચીને અફસોસ થતાં પાછી આવતી રહી હતી આ ઘટના આંખો ઉઘાડવા સમાન છે.
ઈન્ફોસિટી પોલીસ ઈન્સ્પેક્ટર વીઆર ખેરે જણાવ્યું કે બંને છોકરીઓએ માતાપિતાને પાઠ ભણાવવા માટે ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું. બન્ને બસમાં સુરત પહોંચી હતી પરંતુ ત્યાં પહોંચ્યાં બાદ બન્નેએ ભૂલનું ભાન થયું અને બીજી બસમાં ગાંધીનગર પાછી આવતી રહી. બન્ને જ્યારે સરગાસણમાં એક કાફે નજીક પહોંચ્યાં ત્યારે પોલીસે બન્નેને પકડી પાડી હતી અને માતાપિતાને સોંપી હતી.
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ નરાધમ હતો ભાગવાની તૈયારીમાં, પોલીસે દબોચી લીધો
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ આવો દેખાય છે આ નરાધમ…ઓળખી લો, સ્કેચ કરાયો જાહેર
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ પોલીસ દ્વારા SITની રચના, નરાધમોની બાતમી આપનારને ઇનામ અપાશે