Not Set/ સુરત દુષ્કર્મ/ પોલીસ દ્વારા SITની રચના, નરાધમોની બાતમી આપનારને ઇનામ અપાશે

સુરતનાં સચીન GIDCમાં 4 વર્ષની બાળકીનાં અપહરણ બાદ  દુષ્કર્મ આચરવાનાં મામલો સુરત પોલીસ દ્વારા હવસખોરને ઝેર કરવા માટે SITની રચના કરવામાં આવી છે. SITનું સુપરવિઝન ખુદ પોલીસ કમિશનર દ્વારા કરાશે. તો સાથે સાથે સુરત પોલીસનાં DCPની આગેવાનીમાં 100 પોલીસકર્મીની ટીમ બનાવી વિવિધ એંગલથી તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ અધમ કૃત્ય આચરનાર […]

Gujarat Surat

સુરતનાં સચીન GIDCમાં 4 વર્ષની બાળકીનાં અપહરણ બાદ  દુષ્કર્મ આચરવાનાં મામલો સુરત પોલીસ દ્વારા હવસખોરને ઝેર કરવા માટે SITની રચના કરવામાં આવી છે. SITનું સુપરવિઝન ખુદ પોલીસ કમિશનર દ્વારા કરાશે. તો સાથે સાથે સુરત પોલીસનાં DCPની આગેવાનીમાં 100 પોલીસકર્મીની ટીમ બનાવી વિવિધ એંગલથી તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ અધમ કૃત્ય આચરનાર નરાધમ આરોપીની માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા સમગ્ર ઘટના મામલે મળી આવેલા CCTV ફૂટેજનાં  આધારે પોલીસ આગળ વધી રહી છે.

આ પણ વાંચો : દુષ્કર્મ/ સુરતમાં 4 વર્ષીય બાળકીનાં અપહરણ બાદ આચરાયું દુષ્કર્મ  

આપને જણાવી દઇએ કે, ગઇ કાલે સુરતની ભાગોળે સચીન GIDCમાં બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. દિવસે ને દિવસે દુષ્કર્મની ધટના વધી રહી છે ત્યારે સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર 4 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ જેવી શરમજનક ધટના સામે આવી હતી. પિતા સાથે રાત્રિના સમયે ઘર નજીક રામલીલા જોવા ગયેલી બાળકીનું અજાણ્યા વાસના પીડિતોએ અપહરણ કરી લીધા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતા જ્યારે આરતિ લોવા માટે સ્ટેજ તરફ આગળ ગયા ત્યારે હવસ ભૂખ્યા વરુઓએ બાળકીને પિતાને શોધી લાવીએ કહી, ફોસલાવી અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ નજીકના ઝાડી-જાખરામાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં આ અજાણ્યા શખ્સો  સવારના સાડા ચાર વાગ્યા આસપાસ બાળકીને ઘર નજીક મુકીને ફરાર થઈ ગયાં હતા.

બાળકી આવી રીતે અચાનક મળી આવતા અને બાળકીની હાલત જોતા, બાળકીના પરીવારજનોએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાની હતી. બાળકીના શરીરના ભાગે ઈજાના નીશાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં લવાઇ જવાઇ હતી. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને તબીબી પરીક્ષણ કરવાની તજવીજ હાથધરી હતી. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ હતી. આપને જણાવી દઇએ કે દુષ્કર્મ આચરનાર શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.