Gandhinagar News/ થર્ડ પાર્ટી વિમા પોલીસીમાં રોકાણને બહાને ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, આરોપીની UPથી ધરપકડ

ગુજરાત સ્ટેટ સાયબર સેલ, ગાંધીનગરે તપાસ હાથ ધરીને આરોપીની ઉત્તરપ્રદેશના નોઈડાથી ધરપકડ કરી

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 2025 03 28T180357.745 થર્ડ પાર્ટી વિમા પોલીસીમાં રોકાણને બહાને ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, આરોપીની UPથી ધરપકડ

Gandhinagar News : સાયબર ગઠિયાઓ નવી નવી મોડસ ઓપરેન્ડી અજમાવી લોકોને છેતરવા લાગ્યા છે. જેમાં જાણીતી ઈન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરીને મોટો નફો મળશે એવી લાલચ આપીને તથા પોતે મોટા અધિકારી હોવાની ઓળખ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાંઆવી હતી. આ અંગે ગુજરાત સ્ટેટ સાયબર સેલ, ગાંધીનગરે તપાસ હાથ ધરીને આરોપીની ઉત્તરપ્રદેશના નોઈડાથી ધરપકડ કરી છે.

જેમાં CID Crime And Railwaysના ઈન્ચાર્જ પોલીસ મહાનિદેશક પરીક્ષિતા રાઠોડ, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-4 ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠલ પોલીસે તપાસ હાથ ધરીને ઉત્તરપ્રદેશના નોઈડાથી અભયકુમાર આર.પ્રસાદની ધરપકડ કરી હતી. નવી દિલ્હીમાં રહેતો આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.તપાસમાં આ સમગ્ર રેકેટના તાર આંતરરાજ્ય હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીએ આ કેસના ફરિયાદી સાથે વોટ્સએપ પર સંપર્ક કરીને HDFC LIFE INSURANCE તથા Shriram Life Insurance limited કંપનીના અધિકારી તથા એજન્ટ તરીકેની ઓળ આપી હતી.બાદમાં Shriram Life Insurance limited નો અર્લી કેશ પ્લાનની પોલીસી લેવડાવી તેઓ જુદી જુદી ઈન્સ્યોરન્સ કંપની સાથે કામ કરતા હોવાનું જણાવી તેઓની જુદી જુદી ઈન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરવાથી જંગી નફો ટુંકા ગાળામાં મળશે, એવો વિશ્વાસ અપાવ્યો હતો.

ઉપરાંત થર્ડ પાર્ટી પોલીસીઓમાં રોકાણ કરાવીને મળવા પાત્ર બોનસ સાથેની રકમ તથા એજન્ટ ચાર્જીસ અને બેન્ક ચાર્જીસની વિગતો વોટ્સએપ પર મોકલી આપી હતી.જેમાં દરેક વખતે ચાર્જ વધારી ફરિ.ાદીને રોકાણ કરેલ રૂપિયા નફા સાથે પરત ન કરીને છેતરપિંડી કરી હતી.આરોપી પાસેથી પોલીસે 7 મોબાઈલ, 11 ડેબિટ, ક્રેડિટ કાર્ડ. 1 પેન ડ્રાઈવ, 12 સીમ કાર્ડ,1 ચેકબુક, કોલીંગ માટેનું મોબાઈલ નંબરોનું લિસ્ટ, તથા 1.60 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે આજે વાટાઘાટનો સાતમો રાઉન્ડ,જગજીત સિંહ ડલ્લેવાલ એમ્બ્યુલન્સ દ્વારા ચંદીગઢ પહોંચશે

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના ઉપવાસ પર પીએમ મોદીને ઘેર્યા, ‘તમારો અહંકાર છોડો…’,

આ પણ વાંચો: જગજીત સિંહ દલ્લેવાલની હાલત નાજુક,ખેડૂતો 10 જાન્યુઆરીએ PMનું પૂતળું બાળશે, 26ના રોજ ટ્રેક્ટર માર્ચ કાઢશે