Gandhinagar News/ ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટેર્ડિંગના કેસમાં દુબઈથી પ્રત્યાર્પણ કરાયેલા આરોપીની ધરપકડ., 23.23 અબજ રૂપિયાના વ્યવહારો ખુલ્યા

બેન્ક એકાઉન્ટોમાં રૂ.23,23,14,09,832 ના વ્યવહારો થયા

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ 25 માર્ચ 2023ના રોજ માધવપુરામાં દરોડો પાડી ક્રિકેટ સટ્ટા બેટિંગ અને શેરબજારના સટ્ટા બેટિંગની ગેરકાનૂની પ્રવૃતિ કરતા ચાર શખ્સોની ધરપકડ કરીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરીને શેરબજારના ડબ્બા ડ્રેડિંગના મુખ્યસંચાલક દિપક ઉર્ફે ડિલક્ષ ધીરજલાલ ઠક્કરની દુબઈથી પ્રત્યાર્પણ દ્વારા લાવીને ધરપકડ કરી હતી. પોલીસે કુલ 36 આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરી હતી.

ત્યારબાદ પોલીસે શાહીબાગમાંપલ્લવી સોસાયટીમાં રહેતા વોન્ટેડ હર્ષિત બાબુલાલ જૈન લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. બાદમાં યુનાઈટેડ આરહ અમિરાતે હર્ષિત જૈનનની ધરપકડ કરીને 5.9.2025ના રોજ દુબઈથી ડિપોર્ટ કર્યો હતો. જેને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે આરોપી હર્ષિત જૈનની ધરપકડ કરી હતી.

આ ગુનાની તપાસમાં ખોટા દસ્તાવેજોને આધારે બનાવેલ ડમી કંપનીઓ અને પેઢીઓ તથા વ્યર્કિઓના નામે એક્ટિવ કરેલા બેન્ક એકાઉન્ટોમાં રૂ.23,23,14,09,832 ના વ્યવહારો થયા હોવાનું જણાયું હતું. જેમાંથી 481 ખાતાઓમાં રહેલા રૂ. 9,62,33,149 ફ્રીઝ કરવામાંઆવ્યા હતા.

અત્યારસિધીમાંઆ કેસમાંકુલ 37 આરોપીઓની ધરપકડ કરવામાંઆવી છે. ઉપરાંત કુલ 8 લુક આઉટ સર્ક્યુલર, 3 રેડ કોર્નર નોટીસ અને 2 પોવિઝનલ એરેસ્ટ રિકવેસ્ટ અને 2 પ્રત્યાર્પણ દરખાસ્તની કાર્યવાહી કરવામાંઆવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસનગર મારુ વતનઃ દીપક તિજોરી

આ પણ વાંચો:કેનેડાના PRના બહાને મહેસાણાના દંપતી સાથે 25 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ