જૂનાગઢ,
જૂનાગઢના કાળવા ચોકમાં ત્રણ દલિતોએ સરાજાહેર ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો. ફીનાઇલ પીધા બાદ પીડિતોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આપઘાતના પ્રયત્નની ઘટના બનતા મોટા પ્રમાણમા લોકો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માણાવદરના મીતડી ગામમાં આંબેડકર ભવન બનાવી મહિલા ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા અંગે દલીતોએ આપઘાતનો પ્રયાસ કર્યો.
ભાજપના મનપા કોર્પોરેટર સંજય કોરડીયા સામે આક્ષેપ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે…સંજય કોરડીયાને કારણે દલીતોના કામ ન થતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે…
