VISIT/ PMનું અમદાવાદમાં આગમન, ઝાયડસ પ્લાનની મુલાકાત બાદ જશે પૂના

PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું ઉતરાણ થતા રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ, મેયર બિજલ સ્વાગત માટે હાજર રહ્યા હતા

Ahmedabad Gujarat

PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું ઉતરાણ થતા રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ, મેયર બિજલ સ્વાગત માટે હાજર રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડસ પ્લાન્ટ જશે. ઝાયડસ પ્લાન્ટમાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે. ઝાયકોવિડ વેક્સિનનું નિરીક્ષણ પણ કરશે. એક કલાક સુધી પ્લાન્ટની મુલાકાત લેશે. ઝાયડસની મુલાકાત બાદ પૂણે-હૈદરાબાદ જવા રવાના થશે.

ચાંગોદર ઝાયડસ પ્લાન્ટ પર PM મોદીનું સ્વાગત ઝાયડસનાં ચેરમેન પંકજ પટેલ કરશે. PM મોદી ઝાયડસ પ્લાન્ટ પર વેક્સિન અંગે ચર્ચા અને  નિરીક્ષણ કરશે. PM મોદી વૈજ્ઞાનિકો સાથે વેક્સિન અંગે ચર્ચા કરશે.  વેક્સિનનાં નિરીક્ષણ બાદ સવારે 11 વાગ્યે ફરીરવાના થશે. ઝાયડ્સના પ્લાન્ટ પર એક કલાક વિતાવશે. ઝાયડસે વિકસાવેલી કોરોના રસી મુદ્દે માહિતી મેળવશે અને ઝાયડ્સથી 10-30 વાગ્યે હેલિકોપ્ટરથી એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી વિમાન મારફત 11 વાગ્યા બાદ પૂના જશે. ઉલ્લેખનીય છે કે, PM પૂનામાં બીજી કોરોના રસી વિકસાવી રહેલા સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવાનાં છે અને પૂનાથી હૈદરાબાદ જવાનાં છે.

 

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…