Surat News:સુરતમાં ફરી એકવાર ગ્રાહકોના જીવન સાથે ચેડાં કરતો મામલો સામે આવ્યો છે મનપાની તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. મનપાના ચેકિંગ દરમિયાન ઘી અને આઈસ્ક્રીમના (Ghee Icecream Sample) કેટલાક સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કોસાડ વિસ્તારની આદિનાથ ડેરીનું ઘી અનસેફ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કેફે ડિઝાયરમાં લેવાયેલા આઈસ્ક્રીમના નમૂનામાં મિલ્ક ફેટ ઓછું મળતા તેને સબ-સ્ટાન્ડર્ડ ગણવામાં આવ્યું છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ ભાગોમાં ઘી અને આઈસ્ક્રીમ (Ghee Icecream Sample) વેચાણ કેન્દ્રોની કડક તપાસ બાદ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જાણકારી મુજબ ત્રણ અગ્રણી એજન્સીઓમાંથી કુલ છ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા જેને અનસેફ જાહેર કરવામાં આવ્યા છે.

કોસાડની આદિનાથ ડેરીનું ઘી અનસેફ જાહેર
કોસાડ વિસ્તારમાં ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ્સના ગોડાઉનમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાઓમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે, જેમાં ચાર નમૂનાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા અને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થયા છે. ‘શ્રી ગોકુલ ગૌરક્ષ ઘી’, ‘ગોપીરાજ પ્રીમિયમ ડેરી ઘી’ અને ‘મોતીરાજ પ્રીમિયમ ગાય ઘી’માં ટ્રાન્સ ફેટનું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ મળ્યું, જે હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધારવાનું જોખમ ઊભું કરે છે.

મનપના રિપોર્ટમાં ઘી-આઈસ્ક્રીમના નમૂના ફેલ (Ghee Icecream Sample)
આ ઉપરાંત ‘બટર પ્રીમિયમ ગાય શુદ્ધ ઘી’માં બીટા-સિટોસ્ટેરોલ મળતાં તેમાં સસ્તા વનસ્પતિ તેલની ભેળસેળ હોવાનો સંકેત મળ્યા છે. આ સાથે પ્રીમિયમ ભાવમાં વેચાતા આઈસ્ક્રીમમાં (Ghee Icecream Sample) પણ ખામીઓ મળી છે, જેમાં શિવ કૃપા આઈસ્ક્રીમ (સિટી લાઇટ) અને ફ્રાન્કો ગેલાટો (ઉધના-મગદલ્લા રોડ)ના નમૂનાઓમાં દૂધની ચરબીનું પ્રમાણ ધોરણ કરતાં ઓછું નોંધાયું છે. આ તમામ તારણોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંબંધિત એકમો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે અને તેમના લાઇસન્સ રદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.ગરમીના સમયમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા ખાદ્ય પદાર્થો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:સુરતમાં ભેળસેળીયું ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બેની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં ઘી-માખણમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી, 45 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર
આ પણ વાંચો:સુરતમાં ભેળસેળ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ સાથે કડક કાર્યવાહીના આદેશ
