Not Set/ કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અમલમાં વિલંબ, ઘાસ,પાણી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવાની માંગ

ક્ચ્છ, સરકારે સમગ્ર ક્ચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો છે પરંતુ હજી સુધી તેની નક્કર અમલવારી શરૂ થઈ નથી કે રાહત કાર્યો શરૂ થયા નથી. ઘાસ અને પાણીના અભાવે મૂંગા પશુઓ પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે કચ્છમાં સૌથી વધુ પશુધન ધરાવતા બન્ની વિસ્તારના માલધારીઓએ પોતાના પશુધનને બચાવવા માટે ભુજમાં વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર […]

Top Stories Gujarat Others

ક્ચ્છ,

સરકારે સમગ્ર ક્ચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો છે પરંતુ હજી સુધી તેની નક્કર અમલવારી શરૂ થઈ નથી કે રાહત કાર્યો શરૂ થયા નથી.

ઘાસ અને પાણીના અભાવે મૂંગા પશુઓ પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે કચ્છમાં સૌથી વધુ પશુધન ધરાવતા બન્ની વિસ્તારના માલધારીઓએ પોતાના પશુધનને બચાવવા માટે ભુજમાં વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

જો પાંચ દિવસમાં માલધારીઓની માંગ ન સંતોષાય તો લાખો ઢોર કલેક્ટર કચેરીમાં છોડી દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે..બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના નેજા હેઠળ એકઠા થયેલા પશુપાલકોએ આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને દોઢ લાખ પશુઓને ભૂખમરાથી બચાવવા અને લોકોને રોજગારી પુરી પાડવાની માંગ કરી હતી..મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને તાત્કાલિક અછતના અમલીકરણ માટે માંગ કરી છે.