અમદાવાદ.
26 મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના છારા નગર વિસ્તારમાં થયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચેની હિંસાનો મામલો થયો હતો. જેમાં 29 માંથી 20 આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં કરાયેલી જામીન અરજી સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.
છારા નગર પોલીસ દમનના મામલામાં પોલીસે કુલ 29 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ ઉપર અત્યાચાર ગુજારવાનો અને રાયોટિંગ સહિતની કલમો મુજબનો કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ તેમને મેજિસ્ટ્રેટની સમક્ષ રજુ કર્યા હતા. દરમિયાન કોર્ટે તમામને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.
જેમાં સૌ પ્રથમ ત્રણ વકીલ અને એક પ્રેસ ફોટોગ્રાફર સહિત કુલ 8 લોકો દ્વારા સેશન્સ કોર્ટમાં જામીનની અરજી મુકાઈ હતી. જે કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી હતી. ત્યારબાદ બાકી રહેલા 20 જેટલા આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. જે બાબતે કોર્ટે બંને પક્ષોને સાંભળીને અને સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાના આધારે તમામના જામીન મંજુર કર્યા હતા.
