Rajkot News: રાજકોટથી આજે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્ય દશાબ્દી મહોત્સવ 2027 (Khodaldham Mahotsav 2027)ની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી જાન્યુઆરી 2027માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેને યાદગાર બનાવવા માટે ત્રણ વિશાળ રથોને ગુજરાતભરમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel)એ રાજકોટથી માતાજીના ત્રણેય રથને લીલી ઝંડી આપી હતી.
Naresh Patelના શબ્દોથી રાજકીય ચર્ચા ગરમાઈ
આ રથો ગુજરાતના અલગ-અલગ ઝોનમાં ફરી સર્વ સમાજને દશાબ્દી મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપશે. આ પ્રસંગે નરેશ પટેલે (Naresh Patel) મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું કે હવે ટીમ સક્ષમ બની ગઈ છે અને તેઓ આરામ કરવા માંગે છે. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે ભવિષ્યમાં તેમની જગ્યાએ પરિવારના કોઈ સભ્યને સ્થાન આપવામાં નહીં આવે. તેમના આ નિવેદન બાદ ખોડલધામના આગામી નેતૃત્વ અંગે ચર્ચાઓ તેજ બની છે.
સૂત્રો મુજબ, નરેશ પટેલ (Naresh Patel) બાદ અનાર પટેલ (Anar Patel) ખોડલધામ ટ્રસ્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અનાર પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રસ્ટ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને સામાજિક ક્ષેત્રે પણ તેમની મજબૂત ઓળખ છે.દશાબ્દી મહોત્સવ 19, 20 અને 21 જાન્યુઆરી 2027 દરમિયાન કાગવડ ખાતે ઉજવાશે. મહોત્સવમાં 1008 કુંડી મહાયજ્ઞ, ભવ્ય શોભાયાત્રા, લોકડાયરો, મહારાસ, વિરાટ ધર્મસભા અને સામૂહિક મહાઆરતી જેવા અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ખાસ વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત આમંત્રણ પત્રિકા છપાવવામાં આવતી નથી. તેના બદલે માતાજીના રથો જ ગામે-ગામ જઈને લોકોને આમંત્રણ પાઠવે છે. આ વર્ષે ત્રણેય ઝોનમાં અલગ-અલગ રથો દ્વારા વિશાળ જનસંપર્ક અભિયાન હાથ ધરાશે.મહોત્સવ દરમિયાન ખોડલધામની 10 વર્ષની યાત્રાનું વિશેષ પ્રદર્શન પણ યોજાશે. ઉપરાંત લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન, ફરાળ અને રહેવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:નરેશ પટેલના નિવૃત્તિના સંકેત,ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી ચર્ચામાં
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું…
