Hormuz Strait Crisis India Strategy: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) હાલમાં વેપારી ટ્રાફિક માટે બંધ જેવી સ્થિતિમાં છે. આ સંકટ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને ખેતી માટે જરૂરી ખાતરનો જથ્થો સુરક્ષિત કરવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. ભારત હવે પોતાના 40 થી વધુ મહત્વના જહાજોને ઓમાનના દરિયાઈ માર્ગેથી બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે.
ઓમાનનો રસ્તો કેમ પસંદ કરાયો?
હોર્મુઝની ખાડીમાં ઉત્તર તરફ ઈરાનનું પ્રભુત્વ છે, જ્યારે દક્ષિણ તરફ ઓમાનનો દરિયાઈ વિસ્તાર આવેલો છે. શિપિંગ મંત્રાલયે વિદેશ મંત્રાલય સાથે મળીને જે 40 ‘પ્રાયોરિટી શિપ્સ’ની યાદી તૈયાર કરી છે, તેમને આ દક્ષિણી માર્ગ (ઓમાનના દરિયાઈ ક્ષેત્ર) થી સુરક્ષિત રીતે ભારત લાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
શા માટે આ જહાજો India માટે કિંમતી છે?
ગઈ ચૂંટણીમાં 27 બેઠકો સાથે ધમાકેદાર એન્ટ્રી કરનાર ‘આપ’ આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જેના મુખ્ય કારણોમાં પક્ષપલટાનો રોષ મહત્વનો રહ્યો છે; અગાઉ જીતેલા 14 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતાં મતદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ‘આપ’ના નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા પરંતુ તેમની સામે ભાજપનું સાયલન્ટ ‘પેજ પ્રમુખ’ મોડલ જમીન સ્તરે વધુ ભારે પડ્યું હતું. સાથોસાથ બેફામ વાણીવિલાસ અને માત્ર આક્ષેપો કરવાની રાજનીતિ તેમજ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ સુરતીઓને પસંદ ન પડતા પક્ષને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
SCI અને શિપિંગ મંત્રાલય એક્શન મોડમાં
ભારત સરકારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI)ને પશ્ચિમ એશિયામાં તેની સેવાઓ ફરીથી શરૂ કરવા માટે આદેશ આપ્યો છે. શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે SCIનું પ્રથમ જહાજ 3,000 થી 4,000 કન્ટેનર જેટલી કૃષિ પેદાશો લઈને UAEના બંદરો સુધી જશે અને ત્યાંથી આ તમામ માલસામાનને રોડ માર્ગે તેની મંજિલ સુધી પહોંચાડવામાં આવશે.
ભવિષ્યનું આયોજન, ₹51,383 કરોડનું બજેટ
આ પ્રકારની બાહ્ય અડચણો સામે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે લાંબા ગાળાની યોજના બનાવી છે, જેના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષમાં ભારત પોતાની ક્ષમતામાં 62 નવા જહાજો ઉમેરવા પર કામ કરી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સરકારે ₹51,383 કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. વધુમાં, આગામી 4 મે ના રોજ વડાપ્રધાન કાર્યાલય (PMO) એક વિશેષ બેઠક યોજશે, જેમાં ભારતની શિપિંગ ક્ષમતા વધારવા અને ભવિષ્યના સંકટો સામે મજબૂત ‘રિઝિલિયન્સ પ્લાન’ તૈયાર કરવા બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો :હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ છતાં ભારત આવ્યું પહેલું ગેસ ટેન્કર, જાણો ભારત માટે આ કેમ છે ગેમ-ચેન્જર
આ પણ વાંચો :“ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર બ્લેકમેલ કરી શકશે નહીં,” ટ્રમ્પે નવા સ્ટ્રેટ પ્રતિબંધો પછી આપી ધમકી
આ પણ વાંચો :સાવધાન! ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું, હવે ભારતમાં વધશે મોંઘવારી?
