ગુજરાત માં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોના સંક્ભરમિત થયા હતા . તેમજ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો આવ્યા હતા. ત્યારે હવે કેસો ઘટતા સરકાર દ્વારા નિયંત્રણ હળવા કરવામાં આવ્યા છે . ત્યારે દર્શનાર્થીઓ માટે એક સારા સમાચાર છે. કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ભક્તો નવરાત્રી સમયે મંદિરમાં જઈ દર્શન કરી શકશે. નવરાત્રી દરમિયાન મંદિર સવારના 4થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પરંતુ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અને સ્ટોલ આ વર્ષે પણ ઉભા નહીં કરવામાં આવે સાથે નવરાત્રી સમયે મેળાનું થતું આયોજન પણ આ વર્ષે બંધ રહેશે.
આ પણ વાંચો :સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાંથી 9 પોઝિટિવ કેસ મળી આવ્યા
કોરોના કાળમાં 1600 વર્ષની પરંપરા સૌપ્રથમવાર ગત વરસે તુટી હતી. આશાપુરા માતાના મઢમાં ગયા વરસે આસો નવરાત્રિ રદ કરાઇ હતી. ક્ચ્છ ધણીયાણી આશાપુરામાંનો મહિમા અપરંપાર છે. નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવે છે.
આ પણ વાંચો :કેન્દ્ર સરકારે મમતા બેનર્જીને રોમ જવાની મંજૂરી ના આપી,મમતાએ કર્યા શાબ્દિક પ્રહાર….
અને નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ, ગત વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટી હતી. અને, માતાનો મઢ નવરાત્રિ દરમિયાન ભક્તો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ વરસે ફરી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે. જેને પગલે માતાના ભક્તોમાં ખુશીની લહેર છવાઇ છે.
આ પણ વાંચો : કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે તબીબો વચ્ચે બબાલ થઇ
