Gujarat News/ રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર સોમનાથમાં યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો-વરિષ્ઠ સચિવો-ખાતાના વડાઓ-જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે

Top Stories Gujarat

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર તારીખ ૨૧ નવેમ્બર ગુરૂવારથી ૩ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.

આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.

ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવગર હેલ્મેટે સ્કૂટર ચલાવતા જોવા મળી નાની બાળકી, યુઝર્સે પિતાને કહ્યા બેજવાબદાર

આ પણ વાંચોઃરોડ સેફ્ટી અભિયાનઃ સરકારે 162 હેલ્મેટ ઉત્પાદકોના લાઇસન્સ રદ કર્યા

આ પણ વાંચોઃઆ રાજ્યોમાં હવે 4 વર્ષથી ઉપરના બાળકો માટે હેલ્મેટ પહેરવું જરૂરી, હાઈકોર્ટનો આદેશ