રાજીનામું/ BharatPeના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે આપ્યું રાજીનામું,મને કંપની છોડવાની ફરજ પાડવામાં આવી

સિંગાપોરમાં અશ્નીર ગ્રોવર સામે તપાસ શરૂ કરવા માટે ફિનટેક પ્લેટફોર્મ સામે દાખલ કરવામાં આવેલી આર્બિટ્રેશનમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો

Top Stories Business

ફિનટેક યુનિકોર્ન BharatPe ના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરે કંપનીના બોર્ડ પરના તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. સિંગાપોરમાં અશ્નીર ગ્રોવર સામે તપાસ શરૂ કરવા માટે ફિનટેક પ્લેટફોર્મ સામે દાખલ કરવામાં આવેલી આર્બિટ્રેશનમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ અશ્નીરના રાજીનામાની વાત સામે આવી છે. જો કે, ફિનટેક યુનિકોર્નના બોર્ડને મોકલવામાં આવેલા ઈમેલમાં, અશ્નીર ગ્રોવરે જણાવ્યું હતું કે તેમની “નિંદા” કરવામાં આવી હતી અને “સૌથી અપમાનજનક રીતે” વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે મેલમાં લખ્યું, ‘મને ખૂબ જ દુઃખ છે કે આજે મને તે કંપનીને અલવિદા કહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે જેનો હું સ્થાપક છું.’

અગાઉ, BharatPe એ તેના ‘કંટ્રોલ્સ’ વિભાગના વડા માધુરી જૈન ગ્રોવર અને અશ્નીર ગ્રોવરની પત્નીને નાણાકીય અનિયમિતતાના આરોપસર બરતરફ કર્યા હતા. માધુરી જૈન ભારતપેમાં ચીફ ઓફ કંટ્રોલ હતી. આંતરિક તપાસમાં ફિનટેક પ્લેટફોર્મ પરના તેમના સમય દરમિયાન ભંડોળનો ગેરઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું. કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓ સામે કથિત રીતે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા બદલ અશ્નીર ગ્રોવરે વિવાદનો સામનો કર્યા પછી, તેની પત્ની માધુરી જૈને પણ માર્ચના અંત સુધી સ્વૈચ્છિક રજા લીધી હતી.

અશ્નીર ગ્રોવરને મોટા આંચકામાં, તેની સામે તપાસ શરૂ કરવા માટે સિંગાપોરમાં ફિનટેક પ્લેટફોર્મ સામે દાખલ કરવામાં આવેલી આર્બિટ્રેશનમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેમની આર્બિટ્રેશન ઇમર્જન્સી આર્બિટ્રેટર (EA) ને તેમની સામે ભારતપેમાં ચાલી રહેલી ગવર્નન્સ સમીક્ષાને રોકવા માટે સમજાવવામાં નિષ્ફળ ગઈ. ઈમરજન્સી આર્બિટ્રેટરે તેની અપીલના તમામ પાંચ આધારોને ફગાવી દીધા. ગ્રોવરે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC)માં આર્બિટ્રેશન પિટિશન દાખલ કરી હતી.