Not Set/ એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરી આપવાનો રાહુલનો નવો વાયદો

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં આ વખતે જીતવાની નેમ સાથે ઉતરેલી કોંગ્રેસ મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. અગાઉ દેશના 20 ટકા અતિ ગરિબ પરિવારને વાર્ષિક રૂ.72,000 આપવાના વાયદા બાદ રાહુલ ગાંધીએ ફરીથી […]

Top Stories

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણીમાં આ વખતે જીતવાની નેમ સાથે ઉતરેલી કોંગ્રેસ મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. અગાઉ દેશના 20 ટકા અતિ ગરિબ પરિવારને વાર્ષિક રૂ.72,000 આપવાના વાયદા બાદ રાહુલ ગાંધીએ ફરીથી એક મોટો વાયદો આપ્યો છે. રાહુલ ગાંધીએ કેન્દ્રમાં તેની સરકાર બને તો 22 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે.

એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે સરકારમાં 22 લાખ પદો પર જગ્યા ખાલી છે અને અમે આ ખાલી જગ્યાને 31 માર્ચ,2020 સુધી ભરી દેવા માટે કટિબદ્વ છીએ. સ્વાસ્થ્ય, શિક્ષણ માટે કેન્દ્ર દ્વારા પ્રત્યેક રાજ્યને ધનરાશિનું હસ્તાંતરણને આ ખાલી પદો સાથે જોડવામાં આવશે. રાહુલ ગાંધીએ નિશ્વિત અવધિ સાથે આ વાયદાઓને પૂરા કરવાનું વચન આપ્યું છે.