ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે સતત પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં કોરોના માટે અગત્યના રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. જોકે ઝાયડ્સ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરી દીધી છે,
ઝાડયસે સ્પષ્ટતા કરી છે કે ઉત્પાદન માટે મોટા પાયે પ્રયાસો ચાલી રહ્યા છે. ઝાયડ્સ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે બીજી તરફ સરકાર પોતાની કેસેટ વગાડી રહી છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે.

હવે આ વેચાણ ક્યારથી શરૂ થશે તેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી દર્દીઓની મુશ્કેલીમાં ભારે વધારો થઇ રહ્યો છે. કારણ કે, એકબાજુ સરકાર દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનનો પુરતો જથ્થો હોવાના દાવા કરાઈ રહ્યા છે .પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની આગામી દિવસમાં મુશ્કેલીઓમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, સૌથી વધુ ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવીર ઈન્જેકશન લેવા ધસારો જોવા મળતો હતો.
સુરતમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સામે આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વધારાનો જથ્થો નહીં. રિઝર્વ સિવાય રેમડેસિવિરનો વધારાનો જથ્થાની હાલમાં અછત છે. તો ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિરની ફાળવણી બંધ કરી દેવાઈ છે. આ સાથે સરકારી હોસ્પિટલમાં વધારાનો જથ્થો ન હોવાથી નિર્ણય કરાયો છે. 2 દિવસથી સિવિલમાંથી ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન અપાતા હતા. મોડી સાંજે રેમડેસિવિરને લઇ કલેક્ટરનો લેખિતમાં આદેશ થયો છે.
સુરતમાં હવે ખાનગી હોસ્પિટલને પ્રશાસન તરફથી નહીં મળે રેમડેસિવીર ઇન્જેક્શન. સુરતના કલેકટરે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે હવે સુરતમાં સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરને જ પ્રશાસન તરફથી ઇન્જેક્શન મળશે. સરકાર તરફથી ખાનગી હોસ્પિટલને ફાળવેલો જથ્થો પૂર્ણ થઈ જતા આ નિર્ણય લેવાયો છે. થોડા દિવસો સુધી નહીં પરંતું હવે કાયમી ધોરણે સુરતમાં પ્રશાસન તરફથી ખાનગી હોસ્પિટલને રેમડેસિવીર ઇન્જેક્શન નહીં મળે. ખાનગી હોસ્પિટલોએ પોતાના દર્દીઓ માટે ઇન્જેક્શનની પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહેશે અથવા તો દર્દીના સ્વજનોએ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવી પડશે.
આ પણ વાંચો :લો બોલો… ભારે ટ્રાફિકના કારણે “દોડતી હોસ્પીટલ” રસ્તાની વચ્ચે અટવાઇ
ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે. આટલુ જ નહીં યોગ્ય ટીમો સાથે મોનિટરિંગ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત મહરાષ્ટ્રના મુંબઈ અને પુણાના તો મધ્યપ્રદેશના ગ્વાલિયર, ભોપાલ અને ઈંદોરના ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને પત્ર પાઠવ્યો છે.

સૂત્રોનું માનીએ તો, ગુજરાત કરતા પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબૂ હોવાને કારણે – ઝાયડસ દ્વારા ગુજરાતમાં વેચાણ બંધ કરાઇને મહારાષ્ટ્રમાં સપ્લાયકરાશે – અને એટલે જ અહીંયાનો સ્ટોક ખાલીના પાટીયા લગાવી દેવાયા છે. હવે રાજ્ય સરકાર આમા મધ્યસ્થી કરે તોજ વેચાણ ફરી ચાલુ થશે એમ મનાઇ રહ્યું છે.
આ પણ વાંચો :કોરોનાએ કાતરી ખાધું બેન્ડ, ડીજે, અને બગ્ગી વાળાનું ખિસ્સું
જોકે, સમગ્ર રાજ્યમાં રેમડેસિવીરની તંગી વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5 હજાર જેટલા રેમડેસિવીર ઈન્જેકશન મફત આપવાની જાહેરાત કરી છે. એટલુ જ નહીં, તેઓએ ઓક્સિજન સિલિન્ડરના સ્ટોક પણ હૉસ્પિટલોમા પહોંચાડવાની વાત કરી છે.
કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક અને જોખમી સાબિત થઈ રહી છે. જેને પગલે દેશમાં દરરોજ 1 લાખ કેસો સામે આવવા લાગ્યા છે. જ્યારે ગુજરાતમાં દૈનિક કેસોનો આંક ત્રણ હજારની નજીક છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દાખલ દર્દીઓની હાલત પણ વધુ ગંભીર છે. હાલ 75 ટકા જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, જેથી હોસ્પિટલાઈઝેશનનો 5 દિવસ જેટલો સમય ઘટાડતા રેમડેસિવીર ઈન્જેક્શનની ખૂબ માગ છે. તેમાં ઝાયડ્સ હોસ્પિટલે રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત કરતા હવે કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ ના પરિવારજનો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો :વેક્સિનના કારણે સંક્રમણની માત્રા ઓછી રહે છે, કોરોનાનો બીજો તબક્કો વધારે ખતરનાક : ટાસ્ક ફોર્સના તબીબોની
