છેલ્લા એક વર્ષ થી ચાલતા કોરોના મહામારી માં આખા વિશ્વ ના અર્થતંત્ર માં નાનો મોટો ફેરફાર જોવા મળેલ છે. કોરોનાએ ચીન, કોરિયા અને ઈરાક બાદ ભારતની અર્થવ્યવસ્થાને બગાડી છે. ભારત માં પણ ઘણા નાના ઉધોગો થી લઇ મોટા ઉદ્યોગો પર કોરોના ની માંથી અસર પડી છે.ભારત ના વેપાર પર અંદાજે ૩.૪૮ કરોડ અમેરિકન ડોલર ની અસર પડી છે. ભારત માં ગરીબી રેખા નીચે જીવતા લોકો દિવસ ને રાતે મજૂરી કરી પોતાનો ગુજરાન ચલાવે છે.જે લોકો ને લોકડાઉન , કોરોના અને નાઈટ કર્ફ્યુ ખૂબ જ ભારે પડ્યું છે.
આજે આપણ વાત કરવા જઈ રહ્યા છે એક એવા રોજગાર વિષે કે જેમાં સમાવેશ થતાં લોકોને કોરોનાનું ગ્રહણ નડયું તો છે જ જોડે તેમની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે.
રાજ્યમાં અત્યારે અનેક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન અને નાઈટ કર્ફ્યું અમલમાં છે.ત્યારે વાત કરીએ તો બેન્ડ અને ડીજે સિસ્ટમ વાળાઓની હાલત ખુબજ કફોડી બની ગઈ છે. છેલ્લા એક વર્ષથી તેઓને રોજગારી ન મળતા તેમના વ્યવસાય ઉપર જોરદાર લાત પડી છે. છેલ્લા એક વર્ષ થી તેમની રોજી નું કોઈ ઠેકાણું નથી જેના કારણે તેમને ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા છે. ઘણા લોકોએ આ લાઈન છોડીને અન્ય ધંધો કે વ્યવશાય ચાલુ કર્યું છે અને જે લોકોની આર્થિક પરિસ્થતિ અત્યંત ખરાબ છે તેઓ અન્ય કોઈ શેત્રમાં ખુબજ ઓછી પગારમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. વધુ એક મહત્વની વાત કરવામાં આવે તો લગ્નની જાનમાં જયારે બગ્ગા ગાળી અને બેન્ડ જોડે જોવા મળતા હોય છે ત્યારે તેમાં કેટ્લીક ગરીબ વર્ગની મહિલાઓ પણ તેમાં સામેલ હોય છે જેઓ માત્ર ઝગમગતી લાઈટો લઈને ચાલતી દેખાતી હોય છે. તેમની રોજગારી પણ આ કોરોના વાઇરસે ખાઈ લીધી છે. તે મહિલાઓ પણ પોતાના ઘરે બેકાર બેઠી છે.
બીજા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ધીરે ધીરે ઉભરી આવ્યા છે પણ આ રોજગાર સાથે જોડાયેલ લોકો નો હજી સુધી કોઈ વિકલ્પ જ નથી. કોરોના ભયના કારણે છેલ્લા એકાદ વર્ષ થી ખુબ જ ઓછી સંખ્યા માં લગન મહોત્સવ થયા છે. લોકો એ સરકારી ગાઈડ લાઈનથી જ લગ્નવિધિ પૂર્ણ કરી હતી.જ્યાં d j વાળા અને બેન્ડ બાજાને કોઈ ઓર્ડર નથી મળતા તેમની રોજગારી એકદમ પડી ભાંગી છે. આ રોજગારી સાથે જોડાયેલા અનેક લોકોએ રાજ્ય સરકાર પાસેથી સવાલ કર્યો છે કે અમારી રોજી તો જતી રહી છે બાકી અમારા માટે બીજો કોઈ વિકલ્પ સરકારે શું શોધીને રાખ્યું છે કે કેમ ? અને જો ન શોધ્યું હોય તો આગળ સરકાર શુ કામગીરી કરવા જવાની છે ?
