મોહસીન દાલ -પંચમહાલ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગૌ-ધરામાં ભલે તંત્ર જાહેર ન કરે, પરંતુ કાળમુખા કોરોનાએ પરિસ્થિતિ અત્યંત ડરામણી અને ભયભીત બનાવી દીધી છે. દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે અને લોકોને સારવાર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્ર મોતના અને એક્ટિવ કેસના આંકડા સાચા જાહેર કરવામાં લાજ કાઢી રહ્યું છે. જો સિવિલમાં બેડ મળી જાય તો પણ ઓક્સિજન કે વેન્ટિલેટર કે રેમડેસિવિર ઈન્જેક્શન મળી જ જશે તેની કોઈ જ ખાતરી નથી. પંચમહાલ જિલ્લાના દર્દીઓને વડોદરા કે અમદાવાદ સુધી સારવાર માટે ધક્કો ખાવો પડી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના દર્દીઓ માટે પંચમહાલ જિલ્લાના ગૌ-ધરાના ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ હોમ કોલેજમાં બનાવેલ કોવિડ-19 કેર સેન્ટરમાં અવિરત સેવા આપી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે હાલમાં રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો હોવા છતાં રોજા રાખવા દરમિયાન પણ ગૌ-ધરામાં આવેલ કોવિડ-19 કેર સેન્ટરોમાં અડીખમ ઉભા રહીને પોતાનું કર્તવ્ય અદા કરી અવિરત સેવા આપી રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેર દેશ માટે ખૂબ મોટું સંકટ લાવ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે.
સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતની છે. અહીં રાજ્ય સરકારના પ્રયાસો છતાં કોરોના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. જેના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે ગૌ-ધરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી (હાજીબાવા) કોરોનાની મહામારી સાથે લોકોની પડખે આવ્યા છે. જેમા આગામી સમયમા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે સામાજીક સેવામા તેમનો ફાળો મોટો હોય છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે બીજી લહેરમાં દર્દીઓને ઓકિસજન બોટલની ખાસ જરૂર પડતી હોય છે.
ઓક્સિજનની મહામારી સર્જાતા તત્કાલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કવાયત હાથ ધરી પ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુમા હાલની ધોમધમખતા તાપથી બચવા ગોધરા નર્સીગ હોમ (સીવીલ હોસ્પિટલની સામે) ખાતે કોરોના દર્દીઓના વ્હારે આવી ગરમીથી છુટકારો આપવા ૫૦ જેવા ટેબલ પંખા મુકવામા આવ્યા છે. ફિરદોસ હાજી કોઠી કે જે હાજીબાવા હુલામણા નામથી ઓળખાય છે જેઓ પંચમહાલ જિલ્લાની કોઈ પણ મહામારી કે દુઃખ માં પડખે આવી ઉભા થઈને કામ લાગતા હોય છે. હાલ તેમના દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાખવાથી ઓક્સિજની ખપત પણ ઓછી થશે. સાથે જરૂરીયાતમંદ કોરોનાના દર્દીને રાહત મળશે…
