Ahmedabad News : દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને એક વ્યક્તિ પાસેથી રૂ.1500 ની લાંચ લેતા નારોલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ACBની જાળમાં ફસાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી ફરીયાદી એ દારૂનો ધંધો બંધ કરી દીધો હતો.
બીજીતરફ નારોલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વનરાજસિંગ વી.વાળા ફરીયાદી પાસે રૂ.૨૫૦૦ ની માંગણી કરેલ અને જો ફરીયાદી પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી. જેથી જે તે સમયે આરોપીએ વનરાજસિંહે રૂ.૧૦૦૦ ફરીયાદી પાસેથી લઈ લીધેલ અને બાકી રૂ.૧૫૦૦ તા. 28 માર્ચ 2025આપવાનો વાયદો કર્યો હતો.
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. જેને આધારે ACBની ટીમે નારોલમાં શાહવાડી રોડ, શ્યામ ઈન્ડસ્ટ્રી, ફરિયાદીની દુકાન પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂ.1500 ની લાંચ લેતા વનરાજસિંહ ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માત સર્જનાર રક્ષિતકાંડમાં ફૂટતાં નવા ફણગાં
આ પણ વાંચો:કારની સાચી સ્પીડ જાણવા રક્ષિત ચોરસિયાનો ડેટા જર્મની મોકલાયો
આ પણ વાંચો:શરમજનક કૃત્ય કરીને હવે રક્ષિત ચૌરસિયા મોઢાની સર્જરી કરાવવા સયાજી હોસ્પિટલ પહોંચ્યો
