Gujarat Weather: માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપો (Western Disturbance) સક્રિય થવાને કારણે, માર્ચના છેલ્લા અઠવાડિયામાં પણ ગુજરાતમાં બેવડી ઋતુ (Double Season) જોવા મળી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી દિવસોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)ની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર (Western Himalayan Region)માં સર્જાયેલા પશ્ચિમી વિક્ષેપને કારણે 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં હવામાન 1 એપ્રિલ સુધી વાદળછાયું (Cloudy weather) રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, 29 માર્ચથી 1 એપ્રિલ સુધી, રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ (Thunderstorm) અને વીજળી સાથે 10 મીમી એટલે કે અડધા ઇંચથી ઓછો માવઠું (Unseasonal Rain) પડવાની શક્યતા છે. આગામી 4-5 દિવસમાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 2 માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે માર્ચના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં બેવડી ઋતુ (Doubled Season) રહેવાનું અનુમાન છે.
હાલમાં રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સનાં કારણે કેટલીક જગ્યાએ વાદળો છવાઈ શકે છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તેથી, બે દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, તે પછી તાપમાન વધી શકે છે. વધુ એક પશ્ચિમી વિક્ષેપ ઉભો થયો છે.
ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, રાજકોટમાં 38.1 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી, ડીસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 36.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 37.2 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન, ભુજમાં 37.2 ડિગ્રી, નલિયામાં 32.5 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 31.4 ડિગ્રી, ભાવનગરમાં 34.9 ડિગ્રી, મહુવામાં 36.6 ડિગ્રી, કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો:માર્ચના છેલ્લા દિવસોમાં આવશે વાતાવરણમાં પલટો, કેટલું રહેશે ગુજરાતનું તાપમાન…
આ પણ વાંચો:તાપમાનમાં વધારો, હવામાનમાં પલટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો