ચીન અને સોલોમન દ્વીપ વચ્ચે થયેલા કરારના કારણે અનેક દેશની ઊંઘ ઊડી ગઈ છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ કરારના કારણે તેમને ઘણો લાભ થશે જોકે ચીન અને સોલોમન ટાપુ આ બાબતોથી મનાઈ કરી રહ્યા છે. આ કરારને લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ન્યૂઝીલેન્ડના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ થઇ હતી. જેમાં ચીન અને સોલોમન ટાપુ વચ્ચે થયેલા કરારથી થતી ગંભીર અસરોની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
વ્હાઈટ હાઉસના એક નિવેદન અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ ઈન્ડો સ્પેસિફિક કોર્ડીનેટર કર્ટ કેમ્પેબેલ ઓર અને પૂર્વ એશિયાઇ અને પ્રશાંત મામલોના સહાયક વિદેશ મંત્રી ડેનિયલ ક્રિટેનબ્રિકએ યુએસ ઈન્ડો સ્પેસિફિકના કમાન્ડર એડમ જોનસીનો સાથે હોનોલૂલુંમાં એક બેઠક બોલાવી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે,હોનોલૂલુમાં અધિકારીઓએ પ્રશાંત દ્વીપસમૂહ માટે ચાર દેશોની સ્થાયી અને ઉપલબ્ધ જવાબદારી પુષ્ટિ કરી હતી. નિવેદન અનુસાર અમેરિકાએ સમુદ્રી સુરક્ષા અને આર્થિક વિકાસને લઇને જલવાયુ સંકટ અને covid-19 સુધીના તમામ પડકારોનો સામનો કરવા માટે ઝડપથી કાર્યવાહી કરવા માટે સંકલ્પ લીધો હતો.
એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ઔપચારિક રીતે સુરક્ષા સહયોગ ઉપર એક રૂપરેખા કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે. આ મામલે ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, ચીન મહાદ્વીપને ડરાવવા માટે સૈનિક અડ્ડા બનાવવાનો ઇરાદો રાખે છે. અમેરિકાએ ગત સપ્તાહમાં થયેલા ચીન અને સોલોમન દ્વીપ વચ્ચેના કરારમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ કરારથી પ્રશાંત રાષ્ટ્રમાં ચીની સૈન્ય બળની તૈનાતી માટે તમામ રસ્તાઓ ખુલી જશે જે અન્ય માટે જોખમી સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો : બિન-હિન્દુઓને યાત્રામાં મંજૂરી નહીં મળી શકવાની ચર્ચા

