વેરાવળ/ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અસ્લીલ શારીરિક હરકત, નોંધાઈ FIR

વેરાવળના માઠાસૂરિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય એ વિધાર્થીની સાથે છેડતીની ઘટના

Gujarat Others
આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અસ્લીલ શારીરિક હરકત
  • આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ મામલો
  • વિધાર્થીની સાથે અસ્લીલ શારીરિક હરકત
  • શિક્ષણ વિભાગ ને અંધારામાં રાખ્યું
  • સ્કૂલ દ્વારા ગંભીર મામલે સૂચક બેદરકારી

વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અસ્લીલ શારીરિક હરકત નો મામલો સામે આવ્યો છે, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ગંભીર મામલે શિક્ષણ વિભાગને અંધારામાં રાખ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.જિલ્લા શિક્ષણ અધિકારી ડો. એચ. કે. વાજા દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો, જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલ સામે આકરા પગલાં લેવાના પણ નિર્દેશ અપાયા છે,જિલ્લા શિક્ષણ અધિકારી એ ટી.પી.ઓ પાસે અહેવાલ મંગાવ્યો અને આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ને શો કોઝ નોટિસ આપશે.

વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઈ.આર અનુસાર શહેરના પોશ વિસ્તારમાં આવેલી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં તા. 14 ના ધોરણ 2 માં અભ્યાસ કરતી આઠ વર્ષીય વિધાર્થીનીને શાળામાં ઇલેક્ટ્રિકનું કામ કરતા એક નરાધમ યુવકે દીકરીને લલચાવી ફોસલાવી પોતાના મોબાઇલમાં વીડીયો ગેમ બતાવી સ્કુલની છત ઉપર જવાની સીડીએ લઇ જઇ પ્રથમ વીડીયો ગેમ બતાવી ત્યાર પછી પોર્ન વીડીયો બતાવી આરોપીએ સગીરા સાથે અશ્લીલ હરકતો સાથે શારીરિક છેડછાડ કરી હતી.

ગંભીર ઘટના પગલે ચંતિત વાલીઓનું ટોળું આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ના દરવાજા પાસે એકઠું થયું હતું. પરંતુ વાલીઓનો આક્ષેપ છે કે તેમના માટે દરવાજા બંધ કરી દેવાયા હતા અને તેમને મેનેજમેન્ટ દ્વારા પોલીસ પાસેથી વિગતો મેળવી લો જેવો ઉડાઉ જવાબ આપી દેવાયો હતો.

આ પણ વાંચો: PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, આજે ગાંધીનગરમાં આયૂષ સમિટનું કરશે ઉદ્ઘાટન