Not Set/ બીએસપીએ નવી યાદીમાં 6 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

લખનૌ, આગામી લોકસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ઉત્તરપ્રદેશમાં સપા અને રાલોદની સાથે મહાગઠબંધન કરનારી બસપાએ ઉત્તરપ્રદેશની 6 બેઠક માટે ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે. બહુજન સમાજ પાર્ટીની આ સૂચિમાં શાહજહાંપુર, મિશ્રિખ, ફર્રુખાબાદ,અકબરપુર, જાલૌન અને હમીરપુર બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરાઇ છે. બહુજન સમાજ પાર્ટીની આ બીજી યાદી છે. […]

Top Stories Politics

લખનૌ,

આગામી લોકસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ઉત્તરપ્રદેશમાં સપા અને રાલોદની સાથે મહાગઠબંધન કરનારી બસપાએ ઉત્તરપ્રદેશની 6 બેઠક માટે ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે. બહુજન સમાજ પાર્ટીની આ સૂચિમાં શાહજહાંપુર, મિશ્રિખ, ફર્રુખાબાદ,અકબરપુર, જાલૌન અને હમીરપુર બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરાઇ છે. બહુજન સમાજ પાર્ટીની આ બીજી યાદી છે. અગાઉ પાર્ટીએ 11 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી.

બીએસપીની બીજી સૂચિમાં આ ઉમેદવારો સામેલ

માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં બીએસપી અને સપા ગઠબંધન અંતર્ગત, નક્કી કરેલા છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સૂચિમાં જેને ટિકિટ આપવામાં આવી છે તેમાં શાહજહાપુરથી અમર ચંદ્ર જૌહર, અકબરપુરથી નિશા સચાન, મિશ્રિખથી નીલૂ સત્યાર્થી, ફર્રુખાબાદથી મનોજ અગ્રવાલ, જાલૌનથી પંકજ સિંહ અને હમીરપુરથી દિલીપ કુમાર સિંહને ટિકિટ આપવામાં આવી છે.