સુરક્ષા/ BJP સાંસદના ઘરની બહાર બે વાર વિસ્ફોટ થતાં કેન્દ્ર સરકારે તેમને ઝેડ સુરક્ષા આપી

ભાજપના સાંસદ અર્જુન સિંહને કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે. ભાજપના સાંસદની સુરક્ષાની જવાબદારી CISF ને સાેપવામાં આવી છે

Top Stories

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુન સિંહને કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે. ભાજપના સાંસદની સુરક્ષાની જવાબદારી CISF ને સાેપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે 13 સપ્ટેમ્બરના રોજ આદેશ જારી કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સીઆઈએસએફ હવે ભાજપના સાંસદની સુરક્ષા કરશે. મંગળવારથી અર્જુન સિંહની સુરક્ષા હેઠળ સીઆઈએસએફના જવાનો તૈનાત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એક સપ્તાહની અંદર અર્જુન સિંહના આવાસની બહાર બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બેરેકપોર સાંસદના ભાટપરા નિવાસસ્થાનની બહાર બોમ્બ વિસ્ફોટ થયા હતા પહેલીવાર 8 સપ્ટેમ્બર અને ફરી મંગળવારે સવારે થયો હતો.

ભાજપના સાંસદે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ તેમને અને તેમના પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકોને મારી નાખવા માગે છે. તેમણે કહ્યું, ‘આ ઇરાદાપૂર્વકના હુમલા સિવાય બીજું કશું નથી. TMC આની પાછળ જવાબદાર છે. તે લોકો મને અને મારા લોકોને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળમાં ગુંડારાજ ચાલી રહ્યો છે.