Gujarat News/ ચારધામ,૧૨ જ્યોતિર્લિંગ મળીને ૧૫,૧૦૦ કિ.મી સાઇકલ યાત્રા ૨૧૦ દિવસમાં પૂર્ણ કરનાર પોલીસકર્મીનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન

Gujarat News : ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. ૨૩ મે ૨૦૨૪ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, ૧૨ જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની ૧૫,૧૦૦ કિ.મીની યાત્રા ૨૧૦ દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી […]

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. ૨૩ મે ૨૦૨૪ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, ૧૨ જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની ૧૫,૧૦૦ કિ.મીની યાત્રા ૨૧૦ દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી. આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લખનીય છે કે, સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી પાલનપુર, પુષ્કર, અમૃતસર, વૈષ્ણવ દેવી, અમરનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, પશુપતિનાથ નેપાળ, બાબા બૈજનાથ,કલકત્તા, કોણાર્ક સૂર્યમંદિર, જગન્નાથપુરી, શ્રી શૈલમ મલ્લિકાર્જુનમ, તિરુપતિ બાલાજી, રામેશ્વરમ,કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુ વાયોર, કોઇમતુર, બેંગ્લોર, પરલી બેજનાથ, ઓઢા નાગેશ્વર, ધ્રુશમેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, શિરડી, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, પાવાગઢ, ડાકોર, જુનાગઢ, સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, જામનગર, ચોટીલા, સહિતના યાત્રાધામોના દર્શન કરીને આજે તા.૧૮મી ડિસેમ્બર-૨૦૨૪ના રોજ સવારે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, ગુનેગારોને સાચવતા પોલીસકર્મીઓ દંડાશે

આ પણ વાંચો: હર્ષ સંઘવી સાહેબ તમારી અંકલેશ્વર પોલીસ ને જરા સમજાવો કાયદાની ઐસી તૈસી કરી નાખી…???

આ પણ વાંચો: જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું