Ahmedabad News : અમદાવાદના ચાંદખેડાના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને પોલીસે દાખલો બેસાડ્યો છે. હરિચંદ્રસિંહ,કિરીટસિંહ,પન્નાલાલ અને ભરત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. આ સસ્પેન્ડ થયેલા પોલસી કર્મચારીઓએ પોલીસની હત્યાનો પ્રયાસ કરનારા દંપતીને લોકઅપમાં સુવિધા આપી હતી. આરોપીને લોકઅપમાં સુવિધા આપવાથી ઝોન 2ના DCPએ કાર્યવાહી કરતા ગુનેગારો સામે પોલીસ કાર્યવાહીની ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું હતું કે, દંડો જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ. અને હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું. જે ગુનેગાર જે ભાષા સમજતો હોય. જે ગુનેગારને જે ભાષા આવડતી હોય.એ જ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય.
ગૃહમંત્રીએ સસ્પેન્ડ કર્યા બાદ પોલીસકર્મીઓને ચેતવણી આપી હતી. નિર્દોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો વરઘોડો તો નિકાળવો જ જોઈએ. તેમજ કોઈ ગુનેગારને પોલીસ પાણીનો ગ્લાસ ભૂલથી પણ ન આપવા તાકીદ કરતા જણાવ્યું કે અમે હાલ ફટાફટ નિર્ણય લઈ રહ્યા છીએ.જેથી રાજ્યના નાગરિકોને પોલીસ માન અને સન્માન આપે, તેમજ કોઈ વડીલ ફરિયાદ કરવા આવે તો તેને પાણીનો ગ્લાસ પણ આપે તે જરૂરી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોક ઉપયોગી, લોકોને મદદ કરવા માટે તેમજ લોકોને સહયોગ અને લોકોની સુરક્ષા માટે રાજ્યનાં ડીજીપી વિકાસ સહાય અને તેમની ટીમ નાના વિષયોમાં બદલાવ, પોલીસનો લોકો જોડે વ્યવહારમાં બદલાવ અને પોલીસ વધુમાં વધુ લોકોને મદદ કેવી રીતે કરી શકે ?, તે દિશામાં પણ કામગીરી કરી રહી છે. તેના માધ્યમથી પણ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે.