Vadodara News/ પોલીસની સીનાચોરી, દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા પાસે દોઢ લાખનો તોડ કર્યો

પોલીસ ઇન્સ્પેક્ટરે પીડિતાના રૂપિયે આરોપીને પકડવા માટે ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી હતી. પશ્ચિમ બંગાળ જવા માટે પીએસઆઇએ ટિકિટ બૂક કરાવી હતી. પીડિતા પાસે પીએસઆઈ ફ્લાઇટની ટિકિટ બૂક કરી હતી.

Gujarat Vadodara

Vadodara News:  ચોર જો ચોરી થા ના જાય તો પોલીસ તોડપાણીથી ના જાય, પછી ભલેને તે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા પણ કેમ ન હોય. વડોદરામાં પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા સાથે દોઢ લાખ રૂપિયાનો તોડ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરે પીડિતાના રૂપિયે આરોપીને પકડવા માટે ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી હતી. પશ્ચિમ બંગાળ જવા માટે પીએસઆઇએ ટિકિટ બૂક કરાવી હતી. પીડિતા પાસે પીએસઆઈ ફ્લાઇટની ટિકિટ બૂક કરી હતી. મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાનું પોલીસે આ મુદ્દે નિવેદન લીધું છે. પોલીસને સીસીટીવીમાં પૈસાની લેતીદેતીમાં પુરાવા મળ્યા છે.

મહિલા પીએસઆઇની તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી હજી સુધી ફરાર છે. પોલીસની પક્કડમાં આવ્યો નથી.

પીડિતાએ જણાવ્યું કે, તે પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી. પીડિત મહિલા આરોપી સાથે એસ્ટ્રોલોજિસ્ટના ઓનલાઈન ક્લાસ મારફતે સંપર્કમાં આવી હતી. તેણે મારી સાથે અવારનવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ, હવસખોર આરોપીએ જ્યોતિષ મહિલાની બે સગીર પુત્રીઓ સાથે પણ ખરાબ કૃત્ય કર્યું હતું. આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલે પીડિત મહિલાના અંગત પળના ફોટો વીડિયો પણ વાયરલ કર્યા હતા.

આ બાદ પીડિતાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસને ફલાઇટની ટીકીટ બુક કરી આપી. મહિલાએ પોતાના દાગીના વેચીને પોલીસને દોઢ લાખ આપ્યાનો મહિલાએ દાવો કર્યો છે. જોકે, બીજી તરફ પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને પકડી લાવી, પરંતુ આરોપી 9 દિવસમાં જ જામીન પર છૂટી ગયો હતો. જેથી માંજલપુર પોલીસ આરોપીને બચાવતી હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે. પીડિત મહિલાએ કહ્યું કે, માંજલપુર પોલીસે આરોપીને બચાવ્યો છે.

તોડકાંડ મામલે પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજ આધારે પોલીસ કમિશનર અને અઈઇને ફરિયાદ કરી છે. સાથે જ પોલીસે યોગ્ય કલમ ના લગાવતા આરોપી જામીન છૂટી ગયો હોવાની પીડિત મહિલાએ રજૂઆત કરી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસ કમિશનરે ડીસીપી લીના પાટીલને તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ
માંગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી