રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોનાના લીધે મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો જોવા મળેછે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 113 લોકોના મરણના સત્તાવર આંકડા જાહેર થયાં છે. જયારે કોવિડ સ્મશાનોમાં અગ્નિદાહની સંખ્યા બમણી નોંધાઇ રહી છે. ગઇકાલે 4 સ્મશાનોમાં 162 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.
રાજકોટમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર દર્દીઓ માટે રામનાથપરા, બાપુનગર 80ફુટ, મોટા મવા અને મવડી સ્મશાનમાં અગ્નિદાહ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જયાં રાત દિવસ ઇલેકટ્રી ભઠ્ઠી અને લાકડાંની ચિતામાં અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં ગઇકાલે રામનાથપરમાં 45, બાપુનગર 80 ફુટમાં 58, મોટા મવમાં32 અને મવડીમાં 27 સહિત 162નાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતાં. આજે બપોર સુધીમાં રામનાથપરા 27, બાપુનગર 80ફુટ 21, મોટા મવ 4 અને મવડીમાં 7 મળી કુલ 59 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. છેલ્લા 28 કલાકમાં 221ના કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહોને અગ્રિદાહ આપવામાં આવ્યા છે.
