Ahmedabad News : અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન એક અણધારી ઘટના બની, સ્ટેડિયમના ગેટ નંબર 1 પર પ્રવેશ બંધ કરવામાં આવતા જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
કોન્સર્ટમાં પ્રવેશ મેળવવા માટે લાંબી કતારો લાગી હતી. જોકે, આયોજકો દ્વારા નિર્ધારિત સમય પછી ગેટ બંધ કરવામાં આવતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. ઉગ્ર બનેલા લોકોએ લાઈનમાં ઉભા રહેવા માટે લગાવેલી રેલીંગ તોડી પાડી હતી. સ્થિતિ એટલી બેકાબુ બની હતી કે પોલીસને ઘટના સ્થળે દોડવાની ફરજ પડી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સર્ટના નિયમો અનુસાર રાત્રે 8 વાગ્યા પછી કોઈને પણ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવતો ન હોવાનું પોલીસે લોકોને સમજાવ્યું હતું. આ ઘટનાને પગલે કોન્સર્ટના આયોજકો અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આવી સ્થિતિને ટાળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી? શું પોલીસે લોકોને સમજાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો? આ ઘટનાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે મોટા કાર્યક્રમોનું આયોજન કરતી વખતે સુરક્ષા અને લોકોની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
@ Ravi Bhavsar
આ પણ વાંચો: અમદાવાદના ઘાટલોડીયામાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટના કાળા બજાર કરતા બે શખ્સ ઝડપાયા
આ પણ વાંચો: કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને ટ્રાફિક સંદર્ભે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે
