Ahmedabad News : આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી ખાતે Cold Play Music Of The Year કાર્યર્કમ યોજાવાનો છે. આ કોન્સર્ટમાં આવનારા VVIP, મોટી સંખ્યામાં વાહનો સાથે આવતા દર્શકો, ઉપરાંત સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી ભીડ વચ્ચે વાહનોની અવરજવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે અને અકસ્માતો નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીકે જાહેરનામુ બહાર પાડ્યું છે.
જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. જેના માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તઈ પ્રબોધન રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે.
કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કાટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.જોકે આ કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયરબેરિગેડ, એમ્બ્યુલન્સ, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરતા તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામુ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ 25.1.2025 તથા 26.1.2025 બન્ને દિવસના કલાક 12થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર વિવિધ કલમો હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે