Gandhinagar News/ ગાંધીનગરમાં પોલીસ વગર AI કરશે ટ્રાફિકનું સંચાલન, જાણો કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

Gandhinagarમાં ટ્રાફિક સિગ્નલનું સંચાલન હવે AI દ્વારા થશે. રિયલ ટાઈમ ટ્રાફિક જોઈને સિસ્ટમ જાતે નિર્ણય લેશે. ગાંધીનગરના હેપીનેસ સર્કલ પર આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે.

Top Stories Gandhinagar Gujarat
Gandhinagar AI Traffic Signal

Gandhinagar AI Traffic Signal: ગુજરાત ટેકનોલોજીની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સહારો લેવામાં આવ્યો છે. ગાંધીનગરના રસ્તાઓ પર હવે ટ્રાફિક સિગ્નલનું સંચાલન કોઈ પોલીસ કે ફિક્સ ટાઈમર નહીં, પરંતુ સ્માર્ટ AI સિસ્ટમ કરશે.

કેવી રીતે કામ કરશે આ સ્માર્ટ AI સિસ્ટમ?

અત્યાર સુધી આપણે જોયું છે કે ટ્રાફિક સિગ્નલ 60 કે 90 સેકન્ડ જેવા ફિક્સ ટાઈમર પર ચાલતા હોય છે, જેના કારણે ઘણીવાર એક તરફ રસ્તો સાવ ખાલી હોવા છતાં વાહનચાલકોએ લાલ લાઈટ પર ઉભા રહેવું પડતું હતું, પરંતુ નવી AI સિસ્ટમ આ સમસ્યા દૂર કરશે. આ સિસ્ટમમાં રહેલું AI કંટ્રોલર જંક્શન પર રહેલા વાહનોની સંખ્યાનું સતત રિયલ-ટાઇમ વિશ્લેષણ કરશે અને કયા રસ્તા પર ટ્રાફિક વધુ છે તથા કયું સિગ્નલ કેટલા સમય માટે લીલું રાખવું તેનો નિર્ણય પણ જાતે લેશે. આમ, ટ્રાફિકની ગીચતા મુજબ સિગ્નલનો સમય આપમેળે બદલાવાથી વાહનચાલકોને બિનજરૂરી રાહમાંથી મુક્તિ મળશે અને તેમના સમય તથા ઇંધણ બંનેની બચત થશે.

Gandhinagar AI Traffic Signal

Gandhinagar ના ‘હેપીનેસ સર્કલ’ પર પ્રથમ પ્રયોગ

ગાંધીનગરના PDPU રોડ પર આવેલા હેપીનેસ સર્કલ ખાતે આ અત્યાધુનિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ આગામી સમયમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ આ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. હવે જંક્શન પર ટ્રાફિક પોલીસની હાજરી વગર પણ ટેકનોલોજી દ્વારા સ્મૂધ ટ્રાફિક સંચાલન શક્ય બનશે.

આકર્ષણ અને સુરક્ષાનો સંગમ

ગુજરાતમાં પ્રથમવાર આ જંકશન પર ઈલ્યુમિનેટેડ LED કેન્ટિલિવર સિગ્નલ પોલ્સ લગાવવામાં આવ્યા છે, જેની ખાસિયત એ છે કે તે આખેઆખા પ્રકાશિત થાય છે. રાત્રિના સમયે, વરસાદ કે ધુમ્મસમાં આ પોલ્સ દૂરથી જ સ્પષ્ટ જોઈ શકાય છે, જે અકસ્માતો ઘટાડવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાનો શંકાસ્પદ આરોપી ઝડપાયો, નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો હતો

આ પણ વાંચો: ગાંધીનગરમાં ઘ-0 બ્રિજ પાસે અકસ્માત, બે યુવકોના કરુણ મોત, એક ગંભીર

આ પણ વાંચો:ગાંધીનગરમાં સાઇકો કિલરના મોત બાદ પરિવારે આરોપીનો મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો