ભાજપનો ચૂંટણી પ્રચાર, શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન, તેમના પક્ષના સાંસદો દ્વારા ભડકાઉ ઉચ્ચારણ અને નિવેદનો, 21 વર્ષ પછી ભાજપ સત્તા પર પાછો ફરી શકે છે કે કેમ જેવી તમામ બાબતો પર દિલ્હી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના વડા અને ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી દ્વારા આ પ્રકારની દલીલો રજૂ કરવામાં આવી હતી.
તિવારીને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે ભાજપ ‘સબકા સાથ, સબકા વિકાસ’ ની વાત કરે છે. 1993 પછી પહેલીવાર આવું બન્યું છે કે દિલ્હીની ચૂંટણીમાં ભાજપે આ વખતે કોઈ મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. કેમ ? પ્રશ્નનાં જવાબમાં મનોજ તિવારીએ કહ્યું કે, મુસ્લિમ ઉમેદવારો જીતે તો પણ તેઓ અમને મદદ કરતા નથી. અમારી પાસે કેન્દ્રમાં મુસ્લિમ સમુદાયના પ્રધાનો છે. અમે તેમને રાજ્યસભા અને વિધાન પરિષદ દ્વારા લાવ્યા છીએ. અમે તેમને ઘણી વખત ટિકિટ આપી છે, પરંતુ તે લોકો અમને જીતવામાં મદદ કરશે નહીં.
શાહીન બાગમાં ચાલી રહેલા આંદોલન વિરુદ્ધ કાર્યવાહી ન કરવા અંગેના પ્રશ્નના મામલે તિવારીએ કહ્યું કે ચૂંટણી પંચે તેમને સજા આપી દીધી છે. પરંતુ હું કહેવા માંગુ છું કે ચૂંટણી પંચે શાહીન બાગમાં સૂત્રોચ્ચાર કરવા વિશે વિચારવું જોઇએ.અમાનતુલ્લાહ ખાન, મણિશંકર ઐયર, શશી થરૂર જેવા નેતાઓ ત્યાં ભાષણ આપી રહ્યા છે. હું ઇસીને વિનંતી કરું છું કે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.
મનોજ તિવારીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. લોકો ધરણા પર બેઠા છે અને 50 દિવસથી આખો વિસ્તાર બાનમાં રાખ્યો છે, પરંતુ તેઓ આ વિસ્તારમાં ગયા નથી. શું તેઓ લોકોને અપીલ ન કરી શકે? પરંતુ તે કહે છે કે તે શાહીન બાગની સાથે છે. આનો અર્થ છે કે તે દિલ્હીને શાહીન બાગ બનાવવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
