lahore/ ઈમરાન ખાનની સુરક્ષાને વધારવા શાહબાઝ શરીફનો આદેશ, શું છે કારણ?

પાકિસ્તાનના નવા પ્રધનમંત્રી શાહબાઝ શરીફે ગૃહ મંત્રાલયને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ફુલપ્રૂફ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. તે સિવાય પૂર્વ પ્રધાનમંત્રીની સુરક્ષા માટે…

Top Stories World
Order to make Imran Khan's security full proof

પાકિસ્તાનના નવા પ્રધનમંત્રી શાહબાઝ શરીફે ગૃહ મંત્રાલયને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ફુલપ્રૂફ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. તે સિવાય પૂર્વ પ્રધાનમંત્રીની સુરક્ષા માટે પ્રભાવી અને તત્કાલીક નિર્ણય લેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ગુરુવારે લાહોરમાં ઈમરાન ખાનની રેલી પહેલા એક પત્ર જાહેર કર્યો હતો.

પત્રમાં કહેવામાં આવ્યું કે ઈમરાન ખાનની રેલીને વર્ચ્યુઅલી સંબોધન કરે કેમકે તેમના માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો કે ઈમરાન ખાને એવું કરવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયની તરફથી ટ્વિટર પર જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં એવું કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી શરીફે ગૃહ મંત્રાલયને આ સંબંધમાં જરૂરી પગલું લેવા માટે નિર્દેશ કર્યો છે.

શહેબાઝ શરીફે કહ્યું કે શાંતિપૂર્ણ જનસભાઓ લોકતંત્રનો ભાગ છે અને તેમણે નિર્દેશ આપ્યો છે કે તેમાં કોઈ મુશ્કેલી આવશે નહીં. બુધવારે લાહોર પ્રશાસને રેલીના આયોજકોને ઈમરાન ખાન માટે બુલેટ પ્રૂફ શીલ્ડ લગાવવા માટે કહ્યું હતું અને પ્રધાનમંત્રીને સલાહ આપી હતી કે તે રેલી સ્થળથી આવવા જવા માટે બુલેટપ્રૂફ વાહનનો ઉપયોગ કરે.

ઈમરાન ખાનની તહરીફ એ ઈન્સાફને વિજળી ગુલ થવાની સ્થિતિમાં કોઈપણ રીતે દુર્ઘટનાથી બચવા માટે બેકઅપ વિજળી જનરેટર લગાવવા માટે કહ્યું છે. ઈમરાને મીનાર એ પાકિસ્તાનમાં એક રેલીને સંબોધન કરવા માટે તૈયાર છે, જે 10 એપ્રિલ બાદથી લાહોરમાં તેનો પ્રથમ પાવર શો થશે.