Photos/ અકસ્માતના આઘાતમાંથી હજુ બહાર નથી આવી મલાઈકા અરોરા, કહ્યું, ‘હું માનસિક રીતે ઠીક નથી’

મલાઈકા અરોરા આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. મલાઈકાનો ભૂતકાળમાં અકસ્માત થયો હતો. જે બાદ તેણે કામમાંથી બ્રેક લીધો હતો.

Entertainment
malaika

મલાઈકા અરોરા આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. મલાઈકાનો ભૂતકાળમાં અકસ્માત થયો હતો. જે બાદ તેણે કામમાંથી બ્રેક લીધો હતો. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી, મલાઈકાએ થોડો સમય ઘરે આરામ કર્યો અને હવે તે કામ પર પરત ફરી છે. મલાઈકાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ રહી છે પરંતુ તે તેમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકી નથી. મલાઈકાએ કહ્યું છે કે આ અકસ્માતના કારણે તે આઘાતમાં હતી.

મલાઈકાનો અકસ્માત 2 એપ્રિલના રોજ થયો હતો જ્યારે તે કામ કરીને પુણેથી મુંબઈ પરત આવી રહી હતી. તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ મલાઈકાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાંથી બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી.

https://www.instagram.com/p/CcHzgdyqwAJ/?utm_source=ig_embed&ig_rid=c896662b-d359-41bd-9a81-8404ca15adf6

તે દિવસ યાદ રાખવા નથી માંગતી

ઈન્ટરવ્યુમાં મલાઈકાએ તે અકસ્માતની અસર વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે આ એવી વસ્તુ છે જે તે ભૂલી શકતી નથી. શારીરિક રીતે સ્વસ્થ થઈ રહી છે પરંતુ માનસિક રીતે લાગે છે કે તે સંપૂર્ણપણે સારી નથી થઈ. વધુમાં કહ્યું કે, ક્યારેક હું એવી ફિલ્મ જોઉં છું જેમાં એક્સિડન્ટ કે લોહી બતાવવામાં આવ્યું હોય તો હું ધ્રૂજવા માંડું છું. મારે એ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.