Surat News/ સુરત પોલીસને મળી મોટી સફળતા, 1.5 કરોડનું ડ્રગ્સ જપ્ત, 5 આરોપીઓની ધરપકડ

ગુજરાતના પોરબંદરમાં ડ્રગ્સની રિકવરી બાદ પોલીસે શનિવારે સુરત શહેરમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: ગુજરાતના સુરતમાં શનિવારે બે અલગ-અલગ જગ્યાએથી આશરે રૂ. 1.5 કરોડની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં બે જગ્યાએથી ‘મેફેડ્રોન’ ડ્રગ ઝડપાયું હતું. આ ઉપરાંત 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની ગેંગ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.
પેટ્રોલીંગ દરમિયાન પોલીસને સફળતા મળી

પોલીસે જણાવ્યું હતુ કે પેટ્રોલિંગ દરમિયાન, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ હજીરા-સયાન રોડ પર બાઇક ચલાવી રહેલા તામીર શેખ (20) અને સાહિદ દિવાન (19) નામના બે વ્યક્તિઓ પાસેથી 974 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યો હતો. તેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા છે. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને એક ખેતરમાં છુપાઈ ગયા, પરંતુ લગભગ 6 કલાકના સર્ચ ઓપરેશન પછી પકડાઈ ગયા.

ડ્રગ્સ મુંબઈથી ખરીદવામાં આવ્યું હતું

સંબંધિત કેસમાં, 55 લાખ રૂપિયાની કિંમતનો 554 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો હતો અને વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ ડ્રગ મુંબઈથી ખરીદી હતી. અધિકારીએ 3ની ઓળખ ઈરફાખાન પઠાણ, મોહમ્મદ રફીક અને અસ્ફાક કુરેશી તરીકે કરી છે. પોલીસે જણાવ્યું હતું કે 5 સામે કેસ નોંધવામાં આવ્યો છે અને દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ ચાલી રહી છે.

પોરબંદરમાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સ ઝડપાયુ

અગાઉ શુક્રવારે એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, પોરબંદરની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ભારતીય જળસીમામાં આશરે 700 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો અને ઈરાની હોવાનો દાવો કરતા 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન NCB, નેવી અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. NCB અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ મેથામ્ફેટામાઇન, જે સિન્થેટિક રિક્રિએશનલ ડ્રગ છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2,500-3,500 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

જણાવી દઈએ કે, આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 3,400 કિલો વિવિધ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે અત્યાર સુધીમાં ત્રણ કેસમાં 11 ઈરાની અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સેક્સ અને ડ્રગ્સ રેકેટ પકડાવવાનો મામલો, થાઈ ગર્લ સહિત 14ની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલ માંથી કરાઈ ત્રણ આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:ડ્રગ્સ કેસમાં કતારની જેલમાં સબડતી ગુજરાતની 35 મહિલા, સુરતની 10