Gujarat Weather Update/ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલુ: આજે પણ અનેક જિલ્લામાં મેઘમહેરની આગાહી

ગુજરાત (Gujarat) માં છેલ્લા 24 કલાકમાં ગળતેશ્વરમાં પોણા 3 ઇંચ વરસાદ, આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી.

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather update: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નોંધાયો, જ્યાં પોણા 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પંચમહાલ જિલ્લાના કલોલમાં 2.52 ઇંચ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યના વિવિધ ભાગોમાં મેઘમહેર થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર પણ અસર જોવા મળી હતી.

હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. જ્યારે નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સુરત અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ બોટાદ જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય બનવાની શક્યતા છે.


આ પણ વાંચો : નસવાડીમાં ચાર કલાક ધોધમાર વરસાદ, ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત

આ પણ વાંચો : ચાર કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ગળતેશ્વરમાં સૌથી વધુ વરસાદ, પંચમહાલ-છોટા ઉદેપુરમાં ધોધમાર મેઘમહેર

આ પણ વાંચો : ડેસરમાં વરસાદી તાંડવ: કરડ નદી પરનો કોઝવે ધોવાયો, બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો