રાજકોટ/ જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ

સૌરાષ્ટ્રમાં એકનું હાર્ટ એટેકને વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, મૃતક વિદ્યાર્થિની રાજકોટ જિલ્લાના જેતપુરની સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.

Top Stories Gujarat Rajkot

Rajkot News: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચિંતાની વાત તો એ છે કે, યુવાઓ અને કિશોર વયનાઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. જામનગરમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત થયા બાદ હવે સૌરાષ્ટ્રમાં એકનું હાર્ટ એટેકને વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, મૃતક વિદ્યાર્થિની રાજકોટ જિલ્લાના જેતપુરની સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. તેને અચાનક હાર્ટ એટેક આવતાં તે ઢળી પડી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટરે મૃત જાહેર કરી હતી.

વિગતો મુજબ વિદ્યાર્થીની જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીની જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક વિગતો મુજબ મૃતકનું નામ કશીશ પીપળવા અને તેને બે વર્ષથી વાલ્વની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે.  વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.

જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમ નું મુંબઈ માં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે, અને પરિવારમાં શોક છવાયો છે.

સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર  ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન  વાતાવરણ બની ગયું છે. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટ માંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચાર ને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.માત્ર 13 વર્ષની વયના કિશોર ના હ્રદય રોગના હુમલા થી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર  બન્યો છે.



આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….