Not Set/ રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન

રાજકોટ, રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજીનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજકોટની જનતા રાજવી મનોહરસિંહજીને હુલામણા નામ એટલે કે દાદાથી ઓળખતી હતી. ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા. રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા લાંબી […]

Top Stories Rajkot

રાજકોટ,

રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજીનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજકોટની જનતા રાજવી મનોહરસિંહજીને હુલામણા નામ એટલે કે દાદાથી ઓળખતી હતી.

ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા.

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા લાંબી બીમારી બાદ આજે અવસાન પામ્યા છે. ત્યારે રાજકોટની જનતામાં દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી ખૂબ જ લોકપ્રિય હતા.

આજ સવારથી જ મનોહરસિંહજી તબિયત અતિ ગંભીર જનતા તેમના પેલેસ ખાતે ડોકટરની ટિમ અને તેમના નિકટના પરિજનો ખડેપગે હતા. ત્યારે તેમન મૃત્યુના સમચાર અવતાની સાથે જ તેમના સ્નેહીજનો અને તેમના પરીવારના અન્ય સભ્યો પણ પેલેસ ખાતે દોડી આવ્યા હતા.

મનોહરસિંહજી જાડેજા રાજકોટના રાજવી હોવાની સાથે રાજકીય ક્ષેત્ર પણ સફળ રાજનેતા બની રહ્યા હતા. તેઓ ગુજરાત કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રાજ્યના મહત્વના મનતા ખાતાઓ જેવા કે નાણાંપ્રધાન, આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. માનવામાં આવે છે કે મનોહરસિંહજીનો 1980-90ના વર્ષમાં ગુજરાત કોંગ્રેસમાં દબદબો હતો.

તેમજ તેમને રાજ્યની જનતા માટે પણ અનેક કર્યો કર્યા હતા. રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના કારણે રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.

રાજકોટના પૂર્વ રાજવીને શ્રદ્ધાંજલિ પાઠવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, “ગુજરાતના પૂર્વ મંત્રી અને ખૂબ જ સારા ધારાસભ્ય એવા શ્રી મનોહરસિંહજીના નિધનથી હું ખૂબ દુઃખી છું. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવારની સાથે છું. ઓમ શાંતિ

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી મનોહરસિંહજીના નિધનથી ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. તેઓ એક સમર્પિત ધારાસભ્ય અને સારા વ્યવસ્થાપક હતા. પાર્ટીમાં તેમનું ખૂબ માનપાન હતું. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવારજનો અને શુભચિંતકોની સાથે છું.