IND vs SL/ શ્રીલંકાએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગ કરશે ટીમ ઈન્ડિયા, જાણો પ્લેઇંગ ઈલેવન

ભારત અને શ્રીલંકા વચ્ચેે આજે પ્રથમ વન-ડે મેચ રમાવાની છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે 3 મેચોની વન-ડે સીરીઝની પહેલો મુકાબલો રમાવવા જઇ રહ્યો છે.

Top Stories Sports

ભારત અને શ્રીલંકા વચ્ચેે આજે પ્રથમ વન-ડે મેચ રમાવાની છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે 3 મેચોની વન-ડે સીરીઝની પહેલો મુકાબલો રમાવવા જઇ રહ્યો છે. કોલંબોમાં રમાવા થઇ રહેલી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ આ મેચથી ભારત તરફથી વનડે ડેબ્યૂ કરી રહ્યા છે. ટીમની કમાન્ડ શિખર ધવનનાં હાથમાં છે. જ્યારે ભુવનેશ્વર કુમાર વાઇસ કેપ્ટન છે. બીજી તરફ, કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને પૂર્વ કેપ્ટન કુસલ પરેરાની ગેરહાજરીને કારણે શ્રીલંકાની ટીમ નબળી પડી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચ રમાશે. શ્રેણીની પહેલી મેચ 13 જુલાઇએ જ રમવાની હતી, પરંતુ શ્રીલંકાનાં કેટલાક સ્ટાફ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, તેથી સીરીઝ આગળ ધકેલી દેવામાં આવી છે. હવે એક તરફ શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા છે અને બીજી બાજુ શ્રીલંકન ટીમ છે, જેમાં દાસુન શનાકાની કેપ્ટનશીપ છે. આજની મેચ કોલંબોમાં છે. આ ડે નાઇટ વન ડે મેચ છે. ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવ આજે એક દિવસીય ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. આ અગાઉ બંને ખેલાડીઓએ ટી-20 માં પ્રવેશ કર્યો હતો, પરંતુ હજી સુધી વન-ડે મેચ રમી ન હોતો, પરંતુ આજે તેઓની વન-ડે ડેબ્યૂ પણ થશે. ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવ બંને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. બંનેએ ઘણી વખત પોતાની ટીમને મેચ પણ જીતાડી છે.

ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન

ભારત: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા, ઇશાન કિશન (WK), સંજુ સેમસન (WK), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, રાહુલ ચહર, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરીયા, નવદીપ સૈની.

શ્રીલંકા પ્લેેઇંગ ઇલેવન

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), ધનંઝાયા ડી સિલ્વા (વાઇસ-કેપ્ટન), અવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વનિંદુ હસરંગા, આશેન બંડારા, મિનોડ ભાનુકા, લાહિરુ ઉદારા, રમેશ મેન્ડિસ, ચમિકા કરુણારાત્ને, દુષ્મંથા ચમીરા , લક્ષ્મણ સંદાકન, અકિલા ધનંજય, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષ્મણ, ઇશાન જયરત્ને, પ્રવીણ જયવિક્રેમા, અસિથા ફર્નાન્ડો, કાસુન રજિતા, લાહિરુ કુમારા, ઇસુરુ ઉદાના

દરમ્યાન, શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ભુવનેશ્વર કુમાર ટીમનો વાઇસ-કેપ્ટન રહેશે. કોચ તરીકે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ટીમની સાથે આવ્યા છે. આ સીરીઝમાં ભારતીય ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. ટીમ ઈન્ડિયાનાં સિનિયર ખેલાડીઓ વિના ભારતીય ટીમ માટે પણ તે એક મોટી અને અઘરી કસોટી હશે. ભૂતકાળમાં ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આ સીરીઝમાં આઈપીએલનાં યુવા હીરો કેવું પ્રદર્શન કરે છે. ભારત અને ઈંગ્લેન્ડ સીરીઝની પહેલી મેચ 18 જુલાઈએ રમાશે, આ એક દિવસીય મેચ હશે અને આ મેચ કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાશે. જોકે અગાઉ આ સીરીઝની શરૂઆત 13 જુલાઇથી જ થવાની હતી, પરંતુ કોરોના વાયરસનાં કારણે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.