Ahmedabad News: અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના બાવળામાં એક ખાનગી કંપનીમાં બે કામદારોના મોત થયાના અહેવાલ છે. બાવળાના ઢેઢાળ ગામમાં શ્રી કેમિકલ નામની કંપનીમાં બે કામદારોના દર્દનાક મોત થયા છે. કામદારો એક કેમિકલ કંપનીમાં કેમિકલ ટાંકી સાફ કરવા ગયા હતા અને બંનેના મોત થયા હતા.
આ ઘટના અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢાળ ગામમાં બની હતી. જેમાં શ્રી કેમિકલ નામની કંપનીમાં કેમિકલ ટાંકી સાફ કરવા ગયેલા બે કામદારોના મોત થયા હતા. કેમિકલ ટાંકી સાફ કરવા માટે તેમાં ઉતરેલા બે કામદારોના ઝેરી અસરથી મૃત્યુ થયા.
ઘટનાની માહિતી મળતાં જ બાવળા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 108 દ્વારા બંને કામદારોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ કામદારોના મોત નીપજ્યા હતા. આ કેસની માહિતી મળતા જ બાવળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાન પરથી પટકાતા મજૂરનું મોત
આ પણ વાંચો:અમરેલીના વડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત, લીલીયામાં ખેતમજૂરનું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વધુ એક મજૂરનું મોત, પોલીસે નોંધ્યો ગુનો
