વડોદરા નેશનલ હાઈવે પર તસ્કરોએ પોલીસની હત્યાનો પ્રસાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 10 થી 12 લૂંટારુંઓ ટ્રક લૂંટી રહ્યા હતા. દરમિયાન પીસીઆર વાન આવી જતા લૂંટારુંઓએ વાન પર ટ્રક ચઢાવી દીધી. લૂંટારુઓએ વાનચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો..
ટ્રકને હાઈવે પર પકડવા ગયેલી બીજી પીસીઆર વાન પર પણ લૂંટારુંઓએ ટ્રક ચઢાવી હતી. પીસીઆર વાનચાલક સી.વી.સિંહ અને જગમાલ સિંહ ઘાયલ થયા હતા.તો પોલીસની બંને પીસીઆરનો પણ કચ્ચરઘાણ થયો હતો. તો બીજી તરફ આરોપીઓ ટ્રકમાં મુકેલ સોપારીનો માલ લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ મામલે મળતી માહિતી અનુસરા આજે સવારે 4-00 વાગ્યાની આસપાસ હાઇવે પર પેટ્રોલીંગ કરી રહેલી મકરપુરા પોલીસની પીસીઆર વાનના ચાલકને સુન્દરપુરા પાટીયા પાસે કંઇ અચુંકતુ જણાયું હતુ. જેથી તેઓ રોડ પર પાર્ક કરાયેલી ટ્રક પાસે પહોંચ્યાં હતા. જ્યાં એક કેરળ પાર્સિંગની ટ્રકમાંથી કેટલાક શખ્સો શંકાસ્પદ રીતે માલ સામાનની હેરાફેરી કરતા જણાયા હતા.
પોલીસને જોતા જ 10થી 12 તસ્કરોએ ટ્રકમાંથી જ પીસીઆર પર પત્થર મારો કરી ટ્રક લઇને કપૂરાઇ ચોકડી તરફ ભાગ્યા હતા.દરમિયાન પીસીઆર-25ના ડ્રાઇવરે આ અંગે કંટ્રોલમાં જાણ કરતા તરસાલી ચોકડી પરની પીસીઆર-26એ ટ્રકનો પીછો કર્યો હતો.
કપૂરાઇ ચોકડી પાસે પીસીઆર-26ના ચાલકે તસ્કરો અને ચોરીના માલથી ભરેલા ટ્રકને અટકાવવા જતા, તસ્કરોએ પીસીઆર વાન પર ટ્રક ચઢાવી દઇ ડભોઇ તરફ ભાગી છુટ્યાં હતા. આ ઘટનામાં બન્ને પીસીઆર વાનના ચાલકો સી.વી સિંહ અને જગમાલ સિંહને ઇજા પહોંચી હતી. બનાવને પગલે મકરપુરા પોલીસે ટ્રકમાં સવાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.
હાઇવે પર લુંટ અને ચોરીની આ કોઇ પહેલી ઘટના નથી, પરંતુ ચોરી થતી અટકાવવા પહોંચેલી પોલીસ પર આ પ્રકારના જીવલેણ હુમલાની આ પહેલી ઘટના માનવામાં આવી રહીં છે.
જ્યાં ટ્રક લઇને આવેલા તસ્કરો નેશનલ હાઇવે પર પાર્ક કરેલી અન્ય ટ્રકમાંથી સોપારીની લૂંટ કરી રહ્યાં હતા. દરમિયાન પોલીસની પીસીઆર વાન પહોંચતા તસ્કરો પત્થર મારો કરી ભાગ્યા હતા. તસ્કરોને ઝડપી પાડવા કપૂરાઇ ચોકડી પાસે પહોંચેલી પીસીઆર પર ટ્રક ચઢાવી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
