કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું છે કે, કેન્દ્રમાં એનડીએ સરકાર દ્વારા રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એનઆરસી અંગેનાં સવાલનાં જવાબમાં લોકસભામાં પોતાના લેખિત જવાબમાં આ વાત કરી હતી. તેમના વતી કહેવામાં આવ્યું છે કે, હજી સુધી સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી અને કોઈ તૈયારી શરૂ કરવામાં આવી નથી.
સંસદનાં સભ્યો ચંદનસિંહ અને નામા નાગેશ્વર રાવે સવાલ કર્યો હતો કે, શું સરકાર આખા દેશમાં એનઆરસી લાવવાની છે? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લેખિત જવાબમાં કહ્યું કે, રાષ્ટ્રીય કક્ષાએ હજી સુધી એનઆરસી તૈયાર કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંસદનાં અંતિમ સત્રમાં સરકાર નાગરિકતાનો કાયદો લાવી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાને દેશભરમાં એનઆરસી લાગુ કરવાની વાત પણ કરી હતી. શાહનાં નિવેદન પછી અનેક પૂર્વોત્તર રાજ્યો અને દેશનાં અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. આસામ, ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ હિંસા થઈ હતી.
MoS Home Nityanand Rai in a written reply to a question in Lok Sabha: Till now, the government has not taken any decision to prepare National Register of Indian Citizens (NRIC) at the national level. pic.twitter.com/e3OarkJv9x
— ANI (@ANI) February 4, 2020
નાગરિકતા સુધારો કાયદો પસાર થયો ત્યારથી દેશમાં ઘણો વિરોધ થઇ રહ્યો છે. લોકો સતત એનઆરસી પર સવાલો ઉભા કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, એનઆરસી અંગે હજી સુધી કોઈ બેઠક મળી નથી. હવે ગૃહ મંત્રાલયે પણ કહ્યું છે કે તેની હજી કોઇ તૈયાર નથી કરાઈ. બજેટ સત્રનું હાલનું સત્ર એનઆરસી અને સીએએને લઇને અત્યાર સુધીમાં હંગામાથી ભરેલુ રહ્યુ છે. સંસદમાં વિપક્ષ સીએએ અને એનઆરસી પર સતત પ્રહાર કરી રહ્યા છે. સોમવારે કોંગ્રેસનાં સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અગાઉ રાષ્ટ્રપતિનાં સંબોધન દરમિયાન પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
