Not Set/ ગોરસ મેળામાં સંચાલકની ઘોર બેદરકારી, અગાઉ પણ થયા હતા બે અકસ્માત

રાજકોટ, રાજકોટના ગોરસ મેળામાં મેળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. ગોરસ મેળામાં સંચાલકો દ્વારા વિવિધ રાઈડો મૂકી છે પરંતુ તેના માટે સુરક્ષાના કોઈ નિયમો પાળવામાં આવ્યા નથી. મહત્વનું છે કે ટોય ટ્રેનની રાઈડને ફરતે કોઈ ફેન્સીંગ બનાવામાં આવી નથી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભિતિ સેવાઈ રહી છે. તો આ મામલે રાઈડના માલિકને […]

Top Stories Rajkot Videos

રાજકોટ,

રાજકોટના ગોરસ મેળામાં મેળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. ગોરસ મેળામાં સંચાલકો દ્વારા વિવિધ રાઈડો મૂકી છે પરંતુ તેના માટે સુરક્ષાના કોઈ નિયમો પાળવામાં આવ્યા નથી. મહત્વનું છે કે ટોય ટ્રેનની રાઈડને ફરતે કોઈ ફેન્સીંગ બનાવામાં આવી નથી.

જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભિતિ સેવાઈ રહી છે. તો આ મામલે રાઈડના માલિકને પૂછતા તેને પણ ગંભીરતા દાખવી નહિં અને કહ્યું હતું કે, તંત્રની ટીમ આવશે તો અમે જોઈ લઈશું.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા મેળામાં ટોય ટ્રેન સાથે ટક્કર થતા 3 વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં રાજકોટ મ્યુનિસિપલ તંત્ર આ મામલે કેટલી ગંભીર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.