Gujarat High Court/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટની ૨૧ નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત

Ahmedabad News : દેશમાં યુટ્યૂબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે. ગુજરાત હાઇકોર્ટ ખાતે રૂપિયા ૧૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતના હસ્તે કરવામાં આવ્યું.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટની ૨૧ નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, આઇ.ટી.સેલ બિલ્ડિંગ અને ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી ખાતે નવા રિક્રિએશન સેન્ટરનું લોકાર્પણ, eGujHC વિઝન ડોક્યુમેન્ટ વર્ઝન 1.0 અને હાઇકોર્ટના ન્યૂઝલેટર ‘ન્યાય સેતુ’નું વિમોચન, ડિજિટલ હાઇબ્રિડ હિયરિંગ પ્લેટફોર્મ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (NI) કેસો માટેના ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ વગેરેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે.

ગુજરાત હાઇકોર્ટ ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત(Justice Suryakant) ના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ (Chief Justice Sunita Agarwal)તેમજ કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમય અનુરૂપ ભવનો અને ટેકનોલોજીથી સુસજ્જ રાખવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત હાઇકોર્ટ ખાતે આજે રૂપિયા ૧૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.

રાજ્ય સરકારે કાયદા વિભાગના બજેટમાં નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ ૨૦૨૧ – ૨૨માં આ ફાળવણી ૧૬૯૮ કરોડ રૂપિયા હતી , જે ૨૦૨૪-૨૫માં ૨૫૮૬ કરોડ રૂપિયા કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ ટ્રાન્સપરન્ટ , એફિશિયન્ટ અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપ્યું છે. યુટ્યૂબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે. વર્ચ્યુઅલ કોર્ટ, ડિજિટલ પોર્ટલ, પેપરલેસ ઈ ફાઈલિંગના અભિગમ પણ રાજ્યની ન્યાયપાલિકાએ અપનાવ્યા છે.

સુપ્રીમ કોર્ટના જજ શ્રી જસ્ટિસ સૂર્યકાંતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં તેની ન્યાય વ્યવસ્થાનું મહત્વનું યોગદાન રહે છે. મજબૂત ન્યાયપાલિકા રાષ્ટ્ર ઉત્થાનના પાયાના સ્તંભમાંની એક છે. આજના આધુનિક યુગમાં મજબૂત જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો યથાયોગ્ય ઉપયોગ ન્યાયતંત્રની સૌથી મહત્વની જરૂરિયાતો છે. આ બન્ને બાબતોના અમલીકરણમાં ગુજરાત હાઇકોર્ટ મોખરે છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલે કહ્યું હતું કે, રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી આજે અનેક નવાં મકાનો અને પ્રકલ્પોનો શિલાન્યાસ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ફેમિલી કોર્ટની કાર્યવાહી માટે ડિજિટલ હિયરિંગ પ્લેટફોર્મ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કેસ માટે ઈ-ફાઇલિંગની સુવિધા જેવા ટેક્નોલૉજિકલ ટ્રાન્સફોર્મેશન ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં ઉપયોગી પુરવાર થશે. પેપરલેસ ઈકો-સિસ્ટમ વિકસાવવામાં eGujHC વિઝન ડોક્યુમેન્ટ મદદરૂપ સાબિત થશે અને ભવિષ્યમાં આ ફેરફારો ક્રાન્તિકારી બની રહેશે.

દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન હોય છે. લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે મેડિકલ બોર્ડ માટે નિયમો જારી કર્યા

આ પણ વાંચો: માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ઐતહાસિક ચુકાદો, GRTના ચેરમેનની હકાલપટ્ટી