Rajkot News/ મનરેગામાં ‘મજૂરો’ના નામે કરોડોની રમત? રાણીપુરામાં રૂ.3થી 4 કરોડની ગેરરીતિના આક્ષેપ

Ranipura MGNREGA Scam: સાવલીના રાણીપુરામાં મનરેગા યોજનામાં વર્ષ 2018થી 2026 દરમિયાન રૂ.3થી 4 કરોડની ગેરરીતિના આક્ષેપ થયા છે. બોગસ જોબ કાર્ડ અને JCBથી કામ કરવાના આરોપ બાદ TDOએ તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Vadodara
Ranipura MGNREGA Scam: રૂ.3-4 કરોડની ગેરરીતિની આશંકાથી તપાસનો ધમધમાટ

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજનામાં વર્ષ 2018થી 2026 દરમિયાન રૂ.3થી રૂ.4 કરોડની ગેરરીતિના (Ranipura MGNREGA Scam) આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોએ બોગસ જોબ કાર્ડ, શ્રમિકોના નામે ખોટી રીતે નાણાં ઉપાડવા અને તળાવના કામમાં મશીનનો ઉપયોગ કરવાના ગંભીર આક્ષેપ કર્યા છે. મામલો મીડિયા અહેવાલોમાં આવ્યા બાદ સાવલી TDO દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Ranipura MNREGA Scam: 300થી વધુ જોબ કાર્ડમાં ગેરરીતિનો આક્ષેપ

ગ્રામજનોના આક્ષેપ મુજબ, 300થી વધુ લોકોની જાણ બહાર તેમના નામે મનરેગાની રકમ ઉપાડવામાં (MGNREGA Irregularities) આવી હોવાની શંકા છે. જોબ કાર્ડમાં (MGNREGA Job Card Fraud) સાચા શ્રમિકોના નામ રાખવામાં આવ્યા, પરંતુ ફોટોગ્રાફ અન્ય વ્યક્તિઓના લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. કામ કર્યા વિના કાગળ પર મજૂરી દર્શાવી રકમ ઉપાડવામાં આવી હોવાના પણ આક્ષેપ છે.

8 વર્ષમાં કરોડોની ગેરરીતિની આશંકા

આક્ષેપ મુજબ, રાણીપુરામાં આ ગેરરીતિ કોઈ એક વર્ષ પૂરતી મર્યાદિત નથી. વર્ષ 2018થી 2026 દરમિયાન અલગ-અલગ કામોના નામે આશરે રૂ.3થી રૂ.4 કરોડની રકમની ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

મજૂરોના બદલે JCBથી તળાવ ખોદ્યાનો આરોપ

Ranipura MGNREGA Scam: રૂ.3-4 કરોડની ગેરરીતિની આશંકાથી તપાસનો ધમધમાટ
Ranipura MGNREGA Scam: રૂ.3-4 કરોડની ગેરરીતિની આશંકાથી તપાસનો ધમધમાટ

મનરેગા હેઠળ સ્થાનિક શ્રમિકોને રોજગારી આપવાની હોય છે. જોકે, ગ્રામજનોનો આરોપ છે કે રાણીપુરામાં તળાવના ખોદકામમાં મજૂરોના બદલે JCB અને હિટાચી જેવા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશરે 60 ફૂટ સુધી તળાવનું ખોદકામ કરાયું હોવાનો દાવો છે. આ દરમિયાન નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.

મીડિયા અહેવાલ બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની ગંભીર (Savli TDO Investigation) નોંધ લીધી છે. હાલ મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડ સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે.

દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી

TDOના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો કોઈ કર્મચારી, અધિકારી અથવા વચેટિયાની ગેરરીતિમાં સંડોવણી સામે આવશે તો તેમની સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસના અહેવાલ બાદ જ થશે.


આ પણ વાંચો: સુરતમાં AAPનો અનોખો વિરોધ! મેયરના ઘર બહાર હોટફિક્સનો કચરો ઠાલવ્યો, પાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ

આ પણ વાંચો: રાજકોટમાં ખાખી સામે ફરી સવાલ! PSI ગળચર વિરુદ્ધ રૂ.7.50 કરોડના વિવાદમાં ફરિયાદ

આ પણ વાંચો: નેપાળ પૂરનો ખોફનાક કિસ્સો: પ્રવાસીઓને બચાવનાર ગાઈડનું મોત, મોતનો મંજર જોનાર પ્રવાસીએ કહ્યું,  ઘરે આવ્યા બાદ પણ ડર સતાવે છે