Rajkot News: રાજકોટ શહેર પોલીસના PSI એ. એસ. ગળચર (PSI AS Galchar) સામે વધુ એક ગંભીર ફરિયાદ સામે આવી છે. મોરબી રોડ વિસ્તારમાં રહેતા સંજય ડોબરિયાએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી રૂ.7.50 કરોડના હિસાબી વિવાદમાં દબાણ, ધાકધમકી અને કરોડોની રકમની ગેરરીતિના આક્ષેપ કર્યા છે. ફરિયાદમાં વચેટિયા હર્ષિત જાનીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રૂ.7.50 કરોડના લેણાંનો વિવાદ
ફરિયાદી (Rajkot Police Complaint) સંજય ડોબરિયાના જણાવ્યા મુજબ, બાંધકામ અને ડેવલપમેન્ટની ભાગીદારી પેઢીના હિસાબી વિવાદમાં તેમના ભાગીદારો પાસેથી આશરે રૂ.7.50 કરોડ લેવાના હતા. આ મામલે તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. જોકે, ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે બાદમાં તેમના પર જ (PSI Controversy) દબાણ ઊભું કરવામાં આવ્યું.
PSI AS Galchar: PSI અને વચેટિયા સામે ગંભીર આક્ષેપ
અરજી મુજબ, તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચના PSI એ. એસ. ગળચર અને વચેટિયા હર્ષિત જાની દ્વારા રૂ.7.50 કરોડના બદલે રૂ.5 કરોડનું સેટલમેન્ટ સ્વીકારવા દબાણ કરાયું હતું. આ રકમમાંથી PSI ગળચર માટે રૂ.1 કરોડ અને હર્ષિત જાની માટે રૂ.20 લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
કરોડોના લેણાં સામે મળ્યા માત્ર રૂ.60 લાખ
ફરિયાદીનો દાવો છે કે જમીન વેચાણ અને બાર્ટર વ્યવહારો બાદ પણ તેમને તેમના લેણાંની સંપૂર્ણ રકમ મળી નથી. અત્યાર સુધીમાં આશરે રૂ.60 લાખની બાર્ટર કિંમત અને રૂ.5,100 રોકડા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. બાકીની રકમ અંગે બેંક ખાતાં અને CCTVની તપાસ કરવામાં આવે તો વધુ વિગતો બહાર આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
રાજકીય નામોનો ઉપયોગ કરી દબાણનો આક્ષેપ
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વચેટિયા હર્ષિત જાની દ્વારા ઉચ્ચ રાજકીય સંબંધો હોવાનું કહી પરિવાર પર દબાણ કરવામાં આવતું હતું. કેટલાક રાજકીય નેતાઓ અને ઉચ્ચ હોદ્દેદારોના નામનો ઉપયોગ કરાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. PSI ગળચરના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે.
પરિવારની નિષ્પક્ષ તપાસની માગ
મીડિયા સમક્ષ ફરિયાદી પરિવાર ભાવુક બન્યો હતો અને પોલીસ પાસે ન્યાયની માગ કરી હતી. સંજય ડોબરિયાએ સ્થાનિક કક્ષાની તપાસને બદલે વરિષ્ઠ અધિકારીઓના નિયંત્રણ હેઠળ સ્વતંત્ર SIT રચવાની અને FIR નોંધવાની માગ કરી છે. સાથે જ PSI એ. એસ. ગળચર અને હર્ષિત જાની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પાન પાર્લર બન્યું તસ્કરોનું નિશાન! રૂ.48 હજાર રોકડ સાથે રૂ.26,400ની સિગારેટ ચોરી
આ પણ વાંચો: કેશોદમાં મધરાતે તસ્કરોનો આતંક! 2 બાઇક ઉઠાવી, દુકાનના તાળા તોડી રોકડ-સામાનની ચોરી
