Surat News/ સુરતમાં બ્રાહ્મણ દીકરીને મુસ્લિમ યુવક ભગાડી જતાં ચકચાર

સુરતમાં બ્રાહ્મણ દીકરીને મુસ્લિમ યુવાન ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. સુરત જિલ્લાના કરજણના ભિલાદની આ ઘટના બની છે. આ ઘટનાની પોલીસ તપાસ બાદ ફરિયાદ તેજ બની છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં બ્રાહ્મણ દીકરીને મુસ્લિમ યુવાન ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. સુરત જિલ્લાના કરજણના ભિલાદની આ ઘટના બની છે. આ ઘટનાની પોલીસ તપાસ બાદ ફરિયાદ તેજ બની છે. મુસ્લિમ યુવકે ધમકાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કુટુંબ સાથે મુલાકાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે મેં એસ પી સાહેબ સાથે વાત કરી છે. મેં તેમને ફક્ત આ કેસ જ નહી તેની સાથે સંકળાયેલી આખી સિન્ડિકેટને ખુલ્લી પાડવા સૂચના આપી છે. મેં આ કેસમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ સ્થિતિનો બોગ બનેલા પીડિત પરિવારની સાથે ફક્ત સરકાર જ નહીં આખુ ગામ છે, એમ તેમણે જણાવ્યું હતું. કોઈએ પણ ધમકીથી ડરવાની જરૂર નથી. તેમણે આ કેસની તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. સુરતમાં બનેલા આ બનાવના પગલે હિંદુ સંગઠનોમાં આક્રોશનો માહૌલ છે. તેઓએ આ બનાવને લવજેહાદને ઘટના ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે લવજેહાદનું આનાથી મોટું ઉદાહરણ કયુ જોઈએ.

તેની સાથે તેમણે સામાજિક બહિષ્કારથી લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવાની હાકલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આરોપીને ઝડપથી પકડવામાં નહીં આવે તો પછી આ સંગઠનો પોતે જ આ લવજેહાદના ગુનેગારો સામે કાર્યવાહી કરવા લાગશે.


આ પણ વાંચો: લવજેહાદમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, 8 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: જામનગરમાં નવરાત્રિ પૂર્વે લવજેહાદની પત્રિકાનું વિતરણ

આ પણ વાંચો: નવરાત્રિમાં લવજેહાદના કિસ્સા રોકવા, રાજકોટમાં ગરબામાં આધારકાર્ડ-ફોટા પર અપાશે પ્રવેશ પાસ