Gandhinagar News: હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 20થી 25 ઓગસ્ટ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પણ પડશે. અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમથી ડિપ્રેશન સર્જાશે.
આ ડિપ્રેશનના લીધે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. તેની સાથે ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ મળશે. તેની સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડશે. પંચમહાલ અને કચ્છમાં ભારે વરસાદ પડશે. ઉત્તર-ગુજરાતમાં પણ વરસાદ પડશે.
15 ઓગસ્ટથી રાજ્યમાં મજબૂત વરસાદી ટ્રફ સર્જાશે. તેના લીધે 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમ વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
ગુજરાતમાં 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં નહીં પડે વરસાદ. 17થી 21 ઓગસ્ટ સુધી અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઈંચ સુધી પડી શકે છે વરસાદ. ગુજરાતમાં આખા ઓગસ્ટ મહિનામાં ખુબ જ સારા વરસાદની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
