Gujarat election 2022/ આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર AAPની એન્ટ્રી થતા કાંટાની ટક્કર જોવા મળશે! કોંગ્રેસની મજબૂત દાવેદારી

આણંદની સોજિત્રા બેઠક પરના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર પાટીદાર, કોળી અને રાજપૂત સમાજનુ વર્ચસ્વ જોવા મળે છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે,ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ જીત માટે પોતાની રણનીતિ અપનાવી રહી છે. એવામાં બેઠક પર રાજકિય સમીકરણો કેવા રહેશે તેના આધારે કચાશ લગાવવામાં આવે છે કે આ બેઠક પર કઇ પાર્ટીનો ઉમેદવાર જીતશે. આણંદની સોજિત્રા બેઠક પરના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર પાટીદાર, કોળી અને રાજપૂત સમાજનુ વર્ચસ્વ જોવા મળે છે. એટલે કે આ જાતિના મતો આ બેઠક પર ઉમેદવારની હારજીત માટેનુ મુખ્યય પરિબળ ગણવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે  છેલ્લી 2 ટર્મથી અહીં કોંગ્રેસનો કબજો જોવા મળી રહ્યો છે. આમ હાલ અહીં કોંગ્રેસનો પંજા લહેરાઈ રહ્યો છે. જો રાજકીયવિદોનુ માનીએ તો વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં કાંટે કી ટક્કર જોવા મળશે.સોજિત્રાના કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારનો વચર્સ્વ વધારે જોવા મળી રહ્યા છે તે ઓબીસી ક્ષત્રિય સમાજમાંથી આવી રહ્યા છે,જ્ઞાતિ સમીકરણોમાં તે મોખરે રહે તેવી પ્રબળ સંભાવના છે,તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં હોવાથી રાજકિય સમીકરણ બદલાઇ શકે છે. આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસને  ફાયદો કરાવશે તે તો આવનાર સમય જ બતાવશે.હાલના કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારની લોકપ્રિય છે અને મતો પર પરડ છે.મુસ્લિમ અને દલિત વોટ પર તેમનો વર્ચસ્વ જોવા મળે છે.

2012માં આ બેઠક સામાન્ય બની હતી અને કોંગ્રેસના પૂનમ પરમાર વિજેતા થયા હતા. તેમને 65210 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર વિપુલ પટેલને 65048 મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસના ઉમેદવાર માત્ર 162 મતોના ઓછા માર્જીનથી ચૂંટણી જીતી શક્યા હતા. આ જ કારણ છે કે, ભાજપે વિપુલ પટેલ પર વિશ્વાસ મૂકીને ફરીથી ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારબદ વર્ષ 2017 માં ગુજરાતના આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર કોંગ્રેસે જીતના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને કોંગ્રેસના ઉમેદવાર પૂનમ પરમારનો વિજય થયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સમગ્ર ગુજરાત સાથે ચરોતર પણ તૈયાર બેઠું છે, આણંદ જિલ્લાની 7 બેઠકો પૈકી આ વખતની ચર્ચા માત્ર કઈ બેઠક ભાજપ મેળવશે અને કઈ બેઠક કોંગ્રેસને મળશે એ વાત પૂરતી મર્યાદિત નથી, આમ આદમી પાર્ટી પણ 2022માં કેટલી સીટો કબજે કરશે તેવી પણ નાગરિકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટી કોના અને કેટલા વોટ કાપશે? તે અંગે વિચારી રહ્યા છે. તેની સ્પષ્ટતા આવતા હજી સમય લાગશે પણ સત્તા પક્ષ ભાજપ માટે આ બેઠક કપરા ચઢાણ બનતી જાય છે