Vadodara News: ખાડી યુદ્ધની અસરના કારણે વડોદરામાં ઘરગથ્થુ ગેસ બોટલ (LPG)ના બુકિંગ માટે ધસારો થયો છે. લોકોમાં ગેસના બાટલને લઈને ગભરાટનું વાતાવરણ સર્જાતા તે બૂકિંગ માટે ધસારો કરી રહ્યા છે. ગેસ બોટલના બુકિંગ માટે એજન્સીઓ પર ગ્રાહકોએ ધસારો કર્યો છે. ઓનલાઇન બૂકિંગ બંધ થતાં લોકો રઘવાયા બની ગયા છે અને એજન્સી પર પહોંચ્યા છે.

ગેસના બાટલા (LPG) ને લઈને લોકોની ભીડ
સામાન્ય સંજોગોમાં ઓનલાઇન બુકિંગ થયુ ન હોત તો લોકોએ આટલો રઘવાટ કર્યો ન હોત અને બીજા દિવસે કે પછી રાહ જોઈ હોત, પરંતુ હાલમાં ખાડી દેશમાં યુદ્ધ ચાલુ રહી હોવાના કારણે લોકોને ડર છે કે ગેસના પુરવઠામાં કાપ આવી શકે છે. તેની સીધી અસર રાંધણ ગેસ (LPG)ની બોટલ પર પણ પડી શકે છે. આના કારણે વડોદરામાં ગેસની બોટલના બૂકિંગ માટે ધસારો થયો છે.

ઓનલાઇન બુકિંગ બંધ થતાં ધસારો
વડોદરામાં હાલમાં ગેસના બાટલાનું ઓનલાઇન બુકિગ બંધ થયું છે. તેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. એજન્સીના સંચાલકે લોકોને ન ડરવા અપીલ કરી છે. એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે કંપની અને સરકાર રાંધણગેસનો પુરવઠો પૂરો પાડવા પ્રતિબંધ છે. તેમણે જણાવ્યું હતું કે ઓનલાઇન બૂકિંગમાં નિયમિત ધોરણે થતાં વધારે પ્રમાણમાં બૂકિંગ થતાં સર્વર ડાઉન થઈ ગયું હતું અને તે ટૂંક સમયમાં સરૂ થઈ જશે.

નિયમિત સિલિન્ડર મળતા રહેવાનો એજન્સીનો દાવો
તેમણે જણાવ્યું હતું કે લોકોને નિયમિત રીતે ગેસના બાટલા આજે પણ મળી રહ્યા છે અને હજી પણ મળતા રહેશે. અત્યાર સુધી ગેસના બાટલાના પુરવઠામાં કોઈ ઓટ આવી નથી અને આગામી દિવસોમાં પણ કોઈ ઓટ નહીં આવે તેમ સરકારે જણાવ્યું છે. ગ્રાહકોને પણ તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ગેસનો બાટલો નિયમિત રીતે ઘરે જે રીતે આવે છે તે રીતે આવી જશે. તેના અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ ઉપરાંત તેમણે લોકોને બ્લેકમાં બાટલો ખરીદવા સામે પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે બાટલો કાયદેસર રીતે મળે છે પછી તેનેખોટી રીતે લેવાની કે ખોટા માર્ગે લેવાની જરૂર નથી. આ પ્રકારે થતી છેતરપિંડીમાં ભરાશો નહીં કે સરકારે નક્કી કરેલા ભાવ કરતાં ઊંચા ભાવ ચૂકવશો નહી. આમ કરવા જતાં તમને જ ફટકો પડશે. બિનજરૂરી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!
આ પણ વાંચો: LPG Cylinder ના ભાવમાં આટલા રૂપિયાનો થયો વધારો,જાણો વિગત
આ પણ વાંચો: મોંઘવારીનો પડશે માર, LPG Cylinder નાં ભાવમાં નવા વર્ષથી વધારો, જાણો કિંમત
